વડોદરા વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ તમામ રાજકીય પક્ષનો ગુજરાત પ્રવાસ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના 3 રાજ્યના પ્રભારી અને પૂર્વ સાંસદ ડો. અજોય કુમારે વડોદરા (ajoy kumar congress) ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી. વડોદરા શહેર કોંગ્રેસ (Vadodara City Congress) દ્વારા આયોજીત આ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party Gujarat) આડેહાથ લીધી હતી. અરવિંદ કેજરીવાલની (Delhi CM Arvind Kejriwal) આમ આદમી પાર્ટીને કટ્ટર ચોર પાર્ટી કહી ગુજરાતમાં આપવામાં આવી રહેલા વાયદા અને વચનોની દિલ્હી મોડેલની પોલ ખોલી હતી.
રાષ્ટ્રપિતાનો ફોટો હટાવી રાજનીતિકૉંગ્રેસ નેતાડો. અજોય કુમારે (ajoy kumar congress) જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) અરવિંદ એડવર્ટાઇઝ પાર્ટી કહી પત્રકાર પરિષદની શરૂઆત કરી હતી. AAP પાર્ટી ભગતસિંહના નામે રાજનીતિ કરી રહી છે. આ પાર્ટીને કોઈ વિચારધારા નથી. લોકપાલના નામ પર સરકાર બનાવી પોતાના પ્રદેશમાં લોકપાલ નથી લાવ્યા, સાદગીથી જીવન જીવવાની વાતો કરતા કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) કરોડો રૂપિયાનું ઘરનું રિનોવેશન કરાવ્યું છે લાખો રૂપિયાનો ખર્ચ કરી ગુજરાત આવે છે, દિલ્હીમાં ક્યારે ઓટોમાં બેસતા નથી ગુજરાતમાં ઓટોમાં બેસે છે તે કેવી રાજનીતિ.
દિલ્હીમાં આલેશન ગાડીમાં અને ગુજરાતમાં ઑટોરિક્ષાતેમણે ઉમેર્યું હતું કે, અરવિંદ કેજરીવાલ(Delhi CM Arvind Kejriwal) દિલ્હીમાં આલેશન ગાડીમાં ફરે છે અને ગુજરાતમાં ઑટોરિક્ષામાં, દિલ્હીમાં ઝેડ પ્લસ સુરક્ષા કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ કરતા પણ વધારે. આવા ફ્રોડને ગુજરાતની જનતા કઈ રીતે સહન કરે છે. 80 લોકોને જમવા બોલાવ્યા, જેમાં સરકારના ખર્ચે 11 લાખનો ખર્ચ કર્યો આટલો ખર્ચ તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નથી કરતા. આ તો એનાથી પણ ઉપર ચાલી ગયા. ભાજપ અને આપની વિચારધારામાં કોઈ ફરક નથી, મોસાળ ભાઈ નહીં સગા ભાઈ છે આપ અને ભાજપ. આપ રાષ્ટ્રપિતાનો ફોટો હતાવે તેવી પાર્ટીની વિચારધારા કેવી હોય તે સમજી શકાય છે.