ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં તબીબોની બેદરકારી આવી સામે - વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ

વડોદરાઃ એસ.એસ.જી હોસ્પિટલમાં તબીબોની બેદરકારી સામે આવી છે. પ્રસુતિ ગૃહમાં દાખલ થયેલ એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો, બાળકીને જન્મ આપ્યા બાદ પીડિતાને 14 ટાંકા ડોક્ટર દ્વારા લેવામાં આવ્યા હતા. પણ ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાની તબિયત લથડી હતી.

વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં તબીબોની બેદરકારી આવી સામે

By

Published : Oct 14, 2019, 8:28 PM IST

નોર્મલ ડિલિવરી હોવા છતાં પણ ડોક્ટરે 14 ટાંકા લીધા બાદ કાપડના પેડ અંદર રહી ગયા હતા, જેને લઇને પીડિતાને સતત દુખાવો થયા કરતો હતો. જોકે ત્યારબાદ પીડિતાએ ટાંકા વાળી જગ્યાએ તપાસ કરતા બે પેડ રહી ગયા હતા અને તેના પર ટાંકા પણ લેવાઈ ગયા હતા, આ દરમિયાન પીડિતાની તબિયત વધુ લથડતાં તેને હેમ ખેમ રીતે પેડને બહાર કાઢી લીધા હતા, પરંતુ ત્યારબાદ ગભરાઇ ગયેલી પીડિતા ફરી આ ઘટનાની જાણ કરવા હોસ્પિટલ ખાતે આવ્યા હતા.

વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં તબીબોની બેદરકારી આવી સામે

જ્યાં તબીબોએ આ પેડ અંદર રહી જતા વાસી થઈ ગયું છે હેવો ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપતા પીડિતા ગભરાઈ ગઈ હતી અને પરિવારજનોને જાણ કરતા તેઓ પણ ચોંકી ઉઠયા હતા, જોકે પરિવાર હોસ્પિટલમાં આવતા એક તબક્કે ઓપરેશન કરનાર તબીબ સાથે પણ નજીવી બોલાચાલી થઈ હતી, જોકે ગરીબ પરિવાર ની આ દીકરી ને તબીબો દ્વારા ઉદ્ધતાઈ ભર્યો વ્યવહાર કરી, ડોક્ટરો એ હાથ અધ્ધર કરી દેતા પીડિત યુવતીના પરિવાર જનો રાવપુરા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી..

ABOUT THE AUTHOR

...view details