મળતી વિગતો અનુસાર, વડોદાર શહેરમાં મેઘરાજાએ ફરી તેની પધારમણી કરી દીધી છે. હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગાહીને લઇને તંત્રએ લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવાની સલાહ આપી છે. અવિરતપણે વરસી રહેલા વરસાદને કારણે વડોદરાના જિલ્લા કલેક્ટરે આગામી સમયમાં પરિસ્થિતી વકરે તે માટે સાવચેતીના ભાગરુપે બેઠક બોલાવી હતી. બેઠકમાં વિવિધ પરિસ્થિતી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
વડોદરામાં ફરી ભારે વરસાદની ભીતિ, તંત્ર એલર્ટ - rain
વડોદરા: મેઘરાજાની વધુ પડતી મહેરબાનીએ વડોદરા શહેરને જળબંબાકાર કરી દીધું છે. ત્યારે ફરી મેઘરાજાની પધરામણી થઇ ગઇ છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરુપે વડોદરાના જિલ્લા કલેક્ટરે તાત્કાલિક બેઠક બોલાવીને આગામી પરિસ્થિતી અંગે સમીક્ષા કરી હતી.
વડોદરામાં ફરી ભારે વરસાદની ભીતિ, તંત્ર એલર્ટ
આજવા સરોવરની સપાટી પણ 212.15 ફુટે પહોંચી હતી. વિશ્વામિત્રીમાં આજવા સરોવરનું પાણી આવતા તેની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો હતો. શહેરના પૂર્વ અને નદી કાંઠાના વિસ્તારની શાળાના બાળકોને છોડી મુકવામાં આવ્યા હતા. તકેદારીના ભાગરુપે વડોદરમાં NDRFની ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.