- વડોદરા જિલ્લા ભાજપ બાદ તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી કરાઇ
- તાલુકા પ્રમુખ પદે અણખી ગામના પૂર્વ સરપંચને જવાબદારી સોંપાઇ
- શુભેચ્છકોએ પાઠવી નવી ટીમને શુભકામનાઓ
વડોદરા : આગામી સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ ભાજપ સંગઠનની રચના કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણુંક બાદ વડોદરા તાલુકા ભાજપ સંગઠનની રચના કરવામાં આવી છે.
વડોદરા જિલ્લા ભાજપ બાદ તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી કરાઇ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ સંગઠનની રચના કરાઇ
વડોદરા તાલુકા ભાજપના પ્રમુખ પદે ભાજપ સંગઠને અણખી ગામના પૂર્વ સરપંચ દેવેન્દ્રસિંહ પાટણવાડિયા પર વિશ્વાસ મૂક્યો છે. દેવાભાઈ તરીકે જાણીતા નેતા નવનિયુક્ત પ્રમુખની અધ્યક્ષતામાં ટીમ પણ નક્કી કરવામાં આવી છે. જેમાં પાર્થ શૈલેષ પટેલ તથા સરદારસિંહ રાઠોડની નિમણુંક મહામંત્રી પદે કરવામાં આવી છે. જ્યારે 6 ઉપપ્રમુખ, મંત્રી અને કોષાધ્યક્ષની નિયુક્તિ પણ કરવામાં આવી છે.
તાલુકા પ્રમુખ પદે અણખી ગામના પૂર્વ સરપંચને જવાબદારી સોંપાઇ વડોદરા તાલુકામાં ભાજપ વધુ મજબૂત બનશે : ધારાસભ્ય શૈલેષ મહેતા
આ નવી ટીમને શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેમજ દેવાભાઈને નવી જવાબદારી મળતા ભાજપ સંગઠનમાં ખુશીની લહેર સાથે તેમની વરણીને અવકારવામાં આવી રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ, મહામંત્રી કલ્પેશ પટેલ સહિત અગ્રણીઓએ પણ નવનિયુક્ત તાલુકા પ્રમુખ દેવાભાઈની નિમણુંકને આવકારી ફૂલહાર કરી શુભેચ્છા પાઠવી હતી. બીજી તરફ ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ તાલુકા ભાજપ પ્રમુખ પદે દેવભાઈ પાટણવાડિયાની વરણીને વધાવીને તેમનું સ્વાગત સન્માન કરી તેમની નિયુક્તિથી વડોદરા તાલુકામાં ભાજપ વધુ મજબૂત બનશે તેવા આશાવાદ સાથે શુભેચ્છા પાઠવી હતી.
જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણુંક બાદ તાલુકા ભાજપ સંગઠનની રચના કરવામાં આવી