- વડોદરા માંજલપુર હિટ એન્ડ રનનો કેસ
- પોલીસે લારી-ગલ્લાઓ હટાવીને ગરીબો પાસેથી રોજગારી છીનવી
- લારી-ગલ્લાઓ હટાવી દેતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો
વડોદરા :માંજલપુર વિસ્તારમાં શનિવારની સાંજે દેવુલ ફુલબાજે નામના નબીરાએ પુર ઝડપે જીપ હંકારી મોપેડ ધારક યુવતીને અડફેટે લીધી હતી. જેમાં એક્ટિવા પર સવાર 7 વર્ષીય કવિષ પટેલનું મોત થયું હતું. જેમાં પોલીસે પાડાના વાંકે પખાલીને ડામ આપતી હોય તેમ અકસ્માતથી દૂર આવેલ દરબાર ચોકડી પાસેના 25 જેટલા ગલ્લાએ યુવકો બેસી રહેતા હોવાના નામે હટાવી લીધા હતા.
આ પણ વાંચો : વડોદરામાં હિટ એન્ડ રન કેસના આરોપીએ સરેન્ડર કર્યું