વડોદરાવિસરાઇ ગયેલું સર્કસનું (Asiad Circus India 2022) આયોજન ખુબ ઓછું હવે જોવા મળે છે. પહેલાના સમયમાં મોટા પ્રમાણમાં સર્કસના ઓયોજન કરવામાં આવતા અને તેને જોવા પણ લોકો મોટા પાયે જોવા માટે ઉમટી પડતા હતા.પરંતુ સમય જતા લોકોને હવે કોઇ સર્કસમાં રસ રહ્યો નથી. આજના સમયમાં દરેકને વેબ સિરિઝ કે ફિલ્મોજોવા જ પસંદ આવે છે. પરંતું આ વચ્ચે વડોદરા (Asid aCircus Vadodara) શહેરના કીર્તિ સ્તંભ પાસે એશિયાર્ડ સર્કસનું (Organized Asianard Circus in Vadodara) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરીજનો બપોરના 1:00 વાગે, 4:00 વાગે અને સાંજના 7:30 કલાકના શોમાં જઈ શકે છે. સરકારના નિયમ અનુસાર સર્કસમાં હવે પ્રાણીઓને જોઈ નહિ શકાય પરંતુ કલાકારોની કલા જોઈને ખુશ થઈ જશો. આ સર્કસમાં રૂપિયા 150 થી લઈને રૂપિયા 400 સુધીની ટીકીટ રાખવામાં આવી છે.
આખો પરિવાર સર્કસમાંઆ સર્કસમાં ઘણા કલાકારોબાળપણથી જોડાયેલા હોય છે. એમાં ખાસ કરીને આખો પરિવાર જ સર્કસમાં જોવા મળતો હોય છે એમાં સર્કસમાં સાયકલ અને રીંગના કરતબો કરતી શમા છેલ્લા 15 -16 વર્ષથી સર્કસમાં કામ કરે છે. તેઓ મૂળ આગ્રાના છે. શમાએ જણાવ્યું કે, હુંબાળપણથી સર્કસમાં કામ કરું છું. સર્કસ જ અમારો પરિવાર છે. હું, મારી મમ્મી, પાપા, નાની બહેન, દાદા દાદી..આખો પરિવાર સર્કસમાં જ છે. ભણવાનો શોખ હતો પણ પરિવાર આમાં હતો તો હું પણ આમાં જોડાઈ ગઈ. હું રિંગ વાળો એક્ટ અને સાયકલિંગ કરું છું. એક બાળપણથી જ કરતી આવી છું એટલે ડર નીકળી ગયો છે.