- સલાઉદ્દીન અને મૌલાના ગૌતમ ઉંમરને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી શકે છે
- વડોદરા SOG અને SIT ના અધિકારીઓ કોર્ટમાં હાજર રહશે
- વડોદરા પોલીસની કસ્ટડીની માંગને નકરાતી કોર્ટ
વડોદરા: વડોદરા SOG દ્વારા જુલાઈ માસમાં સલાઉદ્દીન મૌલાના, ઉંમર ગૌતમ, મોહંમદ મન્સૂરી સહિતનાઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આફમી ટ્રસ્ટના સલાઉદ્દીન શેખ, શાહનવાઝ પઠાણ તથા મોહંમદ મન્સૂરીના સિમી સાથે સંકળાયેલ વ્યક્તિઓ સાથે સંપર્ક ખુલ્યા છે. પ્રતિબંધિત સંગઠન સિમી અને આફમી વચ્ચે કોઈ નાણાકીય વ્યવહાર થયા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. સલાઉદ્દીનને યુકેથી ફન્ડિંગ કરનાર આલ્ફાલાહ ટ્રસ્ટના ટ્રસ્ટી યુકે સ્થિત અબ્દુલ્લા ફેફડાંવાળાને 18મી એ હાજર થવા SIT એ સમન્સ આપ્યું હતું.
ઉત્તર પ્રદેશ ATSની તપાસને કારણે નામ ખૂલ્યા