વડોદરા : શહેરના ખોડીયાર નગર ખાતે 8 માર્ચે એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં (Vadodara Murder Case) લાશ મળી આવી હતી. ઘટના સામે આવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી યુવક અગાઉ પણ ચીલઝડપના બે ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હત્યારાને લઈને પોલીસે સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું છે. હત્યારો જાહેરમાં આવતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
ખૂની ખેલાયેલા ખેલમાં હત્યારો સામે આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા ચીકન ખાવા ગયો પણ પરત ન ફર્યો
મૃતક પાણીપુરીની લારી ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. તેમજ તેમની ઓળખ સુધીર તરીકે થઇ હતી. આ મામલે મૃતક યુવકના પિતા કમલેશ રાધેશ્યામ રાજપુતે ફરીયાદમાં (Crime Case in Vadodara) જણાવ્યું છે કે, તેમનો પુત્ર સુધીર રાત્રે ઘરેથી 100 રુ લઇને ચીકન ખાવા ગયો હતો. જે પરત ફર્યો ન હતો. જેથી સવારે સાડા સાત વાગ્યાની આસપાસ મૃતકના પિતા કમલેશને તેમના સાળાના પુત્ર કિશને ફોન કરી જણાવ્યું હતુ કે, ફુવા બ્રહ્મા નગર પાસે ટુમટુમનો છાતીના ભાગે હથિયાર વડે માર મારી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.
આ પણ વાંચો:Murder In Mahisagar: ગ્રીષ્મા હત્યાકાંડ જેવીવધુ એક ઘટના, પ્રેમિકાએ પ્રેમસંબંધ રાખવાની ના કહેતા પ્રેમીએ ઉતારી મોતને ઘાટ
CCTV કેમેરામાં હત્યારા કેદ
ઘટના સ્થળે પહોંચીને જોતા પુત્રના છાતીના ભાગે ઊંડો ઘા જોવા મળ્યો હતો. આ દરમિયાન સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ (Vadodara Crime Branch) પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન નજીકમાં લાગેલા CCTV કેમેરામાં સુધીર ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં દોડીને રોડની બીજી તરફ આવતો નજરે પડ્યો હતો. હત્યારાને શોધવા સ્થાનિક પોલીસ સહીત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઠેરઠેર તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો:Vadodara murder case: વડોદરામાં ઝઘડાના સમાધાન બાદ હત્યા, CCTV મળ્યાં
હત્યારો સામે આવતો લોકોના ટોળા ઉમટી પડ્યા
ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સ મારફતે જાણકારી મળી કે, સુધીરની હત્યા કરનાર રોશન શંકરલાલ લોહાણા છે. અને હાલ તે વડોદરા છોડી નાસી જવાની ફીરાકમાં છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાઇવે પર પહોંચી રોશનની શોધખોળ કરી હતી. તે દરમિયાન સયાજીપુરા હાઇવે પાસેથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. રોશન ખુબ ઝનૂની અને અગાઉ હરણી પોલીસ સ્ટેશન (Harni Police Station Murder Case) ખાતે બે વખત ચીલઝડપના ગુનામાં ઝડપાયો હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું. પોલીસે રોશનની ધરપકડ કરી હત્યાનું રી કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તેને કારણે સ્થળ પર લોકો ટોળા ઉમટી પડ્યા હતા.