ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં વિશ્વામિત્રી નદીના નાળામાં ઠલવાયેલા કચરામાં આકસ્મિક આગ - વડોદરા કારેલીબાગ વિસ્તારમાં આગ

વડોદરા કારેલીબાગ વિસ્તારમાં આવેલા જુના અનાથ આશ્રમની પાસે વિશ્વામિત્રી નદીના નાળામાં ઠલવાયેલા કચરામાં આકસ્મિક આગ લાગતાં અફરા-તફરી મચી હતી.

vadodara
વડોદરા

By

Published : Feb 7, 2020, 5:01 PM IST

વડોદરા : શહેરમાં વિશ્વામિત્રીના શુદ્ધિકરણને લઈને અનેક વાતો કરવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતામાં વિશ્વામિત્રી નદીમાં કચરો ઠાલવવામાં આવે છે. તે સૌ કોઈ જાણે છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલા જૂના અનાથાશ્રમની પાસે વિશ્વામિત્રી નદીનું નાળુ આવેલું છે. જે નાળામાં જંગી માત્રામાં ઠાલવવામાં આવેલી થર્મોકોલની શીટમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી.

વડોદરામાં વિશ્વામિત્રી નદીના નાળામાં ઠલવાયેલા કચરામાં આકસ્મિક આગ

વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવેલ થર્મોકોલની શીટમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. જેમાં ઘટનાની જાણ ફાયર અને ઈમરજન્સી વિભાગને કરતા દાંડિયા બજાર ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર જવા માટે રવાના થયો હતો. જો કે, ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણ પણે કાબૂમાં લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details