ગુજરાત

gujarat

ETV Bharat / state

Accident Vadodara: લગ્નનો આનંદ શોકમાં છવાયો, રીક્ષા પલ્ટી મારી જતા સર્જાયો અકસ્માત - વડોદરા હોસ્પિટલ

વડોદરાના હાલોલ હાઈવે પર વાઘોડિયા નજીકના (Accident Vadodara) આસોજ ગામ પાસે ચાલુ રીક્ષાનું વ્હિલ નીકળતાં રીક્ષા પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. રીક્ષામાં બેઠેલા રાજુ છગન ભાલીયા સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

Accident Vadodara: લગ્નનો આનંદ શોકમાં છવાઈ ગયો, રીક્ષાએ પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો
Accident Vadodara: લગ્નનો આનંદ શોકમાં છવાઈ ગયો, રીક્ષાએ પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો

By

Published : Feb 7, 2023, 12:09 PM IST

વડોદરા:વાઘોડિયા તાલુકાના સિંહાપુરા ગામનું એક પરિવાર સાવલી તાલુકાના આદલા વાલા ગામે દિકરીના લગ્ન નક્કી કર્યા હતા. ત્યાં વેવાઈને ત્યાં લગ્નમાં હાજરી આપી આ કુટુંબ પરત ફરી રહ્યું હતું. તે સમય દરમિયાન અચાનક રીક્ષાનું આગળનું વ્હીલ નીકળી જતા રીક્ષાએ પલ્ટી મારી હતી. આ રીક્ષામાં બેઠેલા રાજુ છગન ભાલીયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું. પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

લગ્નનો આનંદ શોકમાં છવાઈ ગયો, રીક્ષાએ પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો

છત્રછાયા ગુમાવી:વાઘોડિયા તાલુકાના સિંહાપુરા ગામે રહેતા રાજુ છગન ભાલીયાનો સમગ્ર પરિવાર લગ્નમાંથી પરત આવી રહ્યો હતો. તે સમય દરમિયાન અચાનક રિક્ષાનું વ્હીલ નીકળી ગયું હતું. પરિણામે અચાનક જ રીક્ષાએ પલ્ટી મારી હતી. જેથી સમગ્ર પરિવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેમાં રાજુનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે તેમના પત્નીને હાથે અને પગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેઓ હાલ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો US Consulate General Visit Vadodara: વિઝાની ખાસ વ્યવસ્થા અંગે ખાતરી આપતા અમેરિકી અધિકારી

મોકૂફ રખાયા:પરિવારના અન્ય વ્યક્તિઓને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી. પરંતુ આ પરિવારની દીકરીના 6/02/23ના રોજ અને દિકરાના 07/02/23 ના રોજ લગ્ન હતા. પરંતુ આ દીકરા અને દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી બેસતા તેઓના લગ્ન હાલ મોકૂફ રખાયા હતાં. સમગ્ર પરિવારમાં આ આકસ્મિક ઘટનાથી શોક છવાઈ ગયો હતો. દીકરા - દીકરીની પીઠી સુકાય નહિ તે પહેલાં જ આવી દુઃખદ ઘટના બનવા પામી હતી. જેથી સમગ્ર પરિવાર હૈયાફાટ રુદન કરતો નજરે પડ્યો હતો.

આ પણ વાંચો Vadodara Jantri Prices : વડોદરામાં નોંધણી કચેરીમાં જંત્રીના ભાવને લઈને અસમંજસ

સમગ્ર ગામ શોકમય:વાઘોડિયા તાલુકાના સિંહાપુરા ગામે રહેતા રાજુ ભાલીયાના પરિવારને અકસ્માત થતા રાજુ ભાલીયાનું સારવાર દરમિયાન મોત થયું હતું. પરંતુ આ સમગ્ર ગામ લગ્નની તૈયારી કરી રહ્યું હતું. તે સમયે આ કરૂણ ઘટના બની હતી. સમગ્ર ઘટના બનતા એકાએક ગામમાં શોક છવાઈ જવા પામ્યો હતો. તેમજ આ ગામના સરપંચ મનહરભાઈ અને ડેપ્યુટી સરપંચ કાનજીભાઈ સહિત ગામલોકો એ શોક વ્યક્ત કર્યો હતો.

મંડપ પણ સુમસામ:રાજુ છગન ભાલીયાના દીકરા ગૌતમ અને દિકરી વૈશાલી બંનેના લગ્ન હોવાથી ગામના મંદિર પાસે પૂરજોશમાં લગ્નની તૈયારીઓના ભાગરૂપે લગ્ન મંડપો પણ બંધાઇ ગયા હતાં. પરંતુ એકાએક આ ઘટના બનતા સમગ્ર ગામ હિબકે ચઢયું હતું. આ ખુશીના મંડપો ખાલીખમ અવસ્થામાં જોવા મળ્યા હતા. સમગ્ર ગામમાં શોકમય વાતાવરણમાં છવાઈ જવા પામ્યું હતું. એટલું જ નહીં પરંતુ આ દિકરા અને દીકરીએ પિતાના આશીર્વાદ લેતા પહેલા જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. જેથી આ બંને દીકરા - દીકરીના હૃદયને ખૂબ જ ઉડી ઠેસ પહોંચી હતી. પરિવારના સભ્યોએ પોતાનો મોભી ગુમાવી દીધા હતાં જેથી શોકમગ્ન બન્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details