ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા: નેશનલ હાઇવે પર જાનની લકઝરી બસ અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત, 1નું મોત - લકઝરી બસ અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત

વડોદરા: શહેર બહારથી પસાર થતા નેશનલ હાઇવે પર ગોલ્ડન ચોકડી અને દુમાડ ચોકડી વચ્ચે મોડી રાત્રે જાનની લકઝરી બસ અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં લકઝરી બસના ચાલક અને ક્લિનરનું મોત નીપજ્યું હતું. જ્યારે 23 જાનૈયાઓને નાની-મોટી ઇજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વડોદરા  નેશનલ હાઇવે પર મોડી રાત્રે  લકઝરી બસ અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત, એકનું મોત
વડોદરા નેશનલ હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત, એકનું મોત

By

Published : Dec 4, 2019, 8:38 PM IST

મોડી રાત્રે 3 વાગ્યાના સુમારે સુરતથી જાનૈયા લઇને અંબાજી જવા માટે નીકળેલી ઘનશ્યામ ટ્રાવેલ્સની લકઝરી બસ અને બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લકઝરી બસના ચાલક સહદેવભાઇ પ્રભાભાઇ રબારી તેમજ લકઝરી બસના ક્લિનરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

વડોદરા નેશનલ હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત, એકનું મોત
જ્યારે લકઝરી બસમાં સવાર 23 જેટલા જાનૈયાઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નેશનલ હાઇવે ઉપર બનેલા આ બનાવને પગલે હાઇવે ઉપરનો ટ્રાફિક જામ થઇ ગયો હતો. હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. હરણી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details