ગુજરાત

gujarat

ETV Bharat / state

કંડારી ગામ પાસે નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત, 3 યુવાનોના મોત - Karjan Government Hospital

વડોદરા નેશનલ હાઇવે નંબર 48 પર કરજણ તાલુકાના કંડારી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઇક સવાર સહિત 3 યુવાનોના મૃત્યું નિપજ્યાં હતા. હાલ પોલીસે મૃતદેહોને કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી હોસ્પિટલમાં મોકલ્યા છે.

કંડારી ગામ પાસે નેશનલ હાઇવે પર સર્જાયેલા અકસ્માત, 3 યુવાનોના મોત
કંડારી ગામ પાસે નેશનલ હાઇવે પર સર્જાયેલા અકસ્માત, 3 યુવાનોના મોત

By

Published : Dec 30, 2020, 6:11 PM IST

  • કરજણ તાલુકાના કંડારી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો
  • 3 યુવાનોના ઘટનાસ્થળે મોંત નિપજ્યા
  • પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી

વડોદરાઃ નેશનલ હાઇવે નંબર 48 પર કરજણ તાલુકાના કંડારી ગામ પાસે સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર સહિત 3 યુવાનોના સ્થળ પર મૃત્યું નિપજ્યાં હતા. અકસ્માતમાં મૃત્યું પામેલા ત્રણે યુવાનો પાદરા તાલુકાના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

કંડારી ગામ પાસે અકસ્માત સર્જાયો, 3 યુવાનોના મૃત્યું

કરજણ તાલુકાના કંડારી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 યુવાનોના મૃત્યું થયા હતા. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. કરજણ પોલીસને આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવા તજવીજ હાથધરી હતી.

ફોનના આધારે પોલીસે પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો

પોલીસને મૃતકોના ખિસ્સામાંથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. મોબાઇલ ફોનના આધારે અને બાઇક નંબરના આધારે પોલીસે મૃતકોના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મોતને ભેટેલા 3 યુવાનો પાદરા તાલુકાના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. નેશનલ હાઇવે પર કરજણ તાલુકાના કંડારી ગામ પાસે બનેલા અકસ્માતમાં મોતને ભેટેલા 3 યુવાનો પૈકી એક પણ યુવાને હેલ્મેટ પહેર્યું ન હતું. આ અકસ્માતના પગલે થોડા સમય માટે હાઇવે પરનો ટ્રાફિક પણ ખોરવાયો હતો. આ બનાવ અંગે કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી. પોલીસ તપાસ દરમિયાન આ યુવાનો ક્યાંના રહેવાસી હતા અને ક્યાંથી ક્યાં જઇ રહ્યા હતા તે અંગેની વિગતો બહાર આવશે. હાલ પોલીસે મૃતદેહોને કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી હોસ્પિટલમાં મોકલ્યા છે.

ABOUT THE AUTHOR

...view details