વડોદરા: ડભોઇ રોડ ઉપર ફરતીકુઇ ગામ નજીક મોડી રાત્રે એક ટેમ્પાચાલકે અજાણ્યા બાઈકચાલકને અડફેટે લેતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. સમગ્ર બનાવ બનતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ટ્રાફીકના દ્શ્યો સર્જાયા હતા.બનાવ બનતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા. સમગ્ર બનાવની જાણ ડભોઇ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહ ઉપર કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Dabhoi Accident: ડભોઇ ફરતીકુઈ ગામ નજીક બાઇક અને ટેમ્પો વરચે સર્જાયો અકસ્માત - Dabhoi Accident
ફરતીકુઈ ગામ નજીક બાઇક અને ટેમ્પો વરચે સર્જાયો અકસ્માત હોવાની વિગતો મળી રહી છે. અમદાવાદમાં ઇસ્કોન પર થયેલા અકસ્માતના પડઘા હજૂ પડી રહ્યા છે. તે બાદ પણ અકસ્માત રોકાવાનું નામ લઈ રહ્યા નથી. વડોદરામાં ફરી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. પોલીસને માહિતી મળતાની સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને તપાસ કરી હતી.
કમકમાટી ભર્યુ મોત ડભોઇ: વડોદરા રોડ ઉપર ફરતીકુઇ ગામ નજીક ટેમ્પોએ બાઇકચાલકને અડફેટે લીધો હતો. બાઈક ચાલક ફંગોળાઈ ગયો હતો અને તેના મગજનો ભાગ બહાર નીકળી જતા ઘટના સ્થળે છે તેનું કમાટી ભર્યું મોત નીચે હતું. આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના જોતા તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. પરંતુ ટેમ્પો ચાલક ઘટના બનતાની સાથે જ ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો હતો. વડોદરા રોડ ઉપર ફરતીકૂઈ ગામ નજીક એક મોડી રાત્રે ટેમ્પા ચાલકે એક બાઈક ચાલકને અડફેટે દીધો હતો અને બાઈક ચાલક દૂર સુધી ફંગોટાઈ ગયો હતો.
તાત્કાલિક દોડી આવ્યા:સમગ્ર ઘટના બનતા આસપાસના રહીશો પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ વાહન વ્યવહાર પણ થોડા સમય માટે ખોવાઈ ગયો હતો. આસપાસના રહીશો મદદે દોડી આવ્યા હતા. પરંતુ બાઈક ચાલક ફંગોળાઈ જતાંની સાથે જ તેના મગજનો ભાગ બહાર આવી ગયો હતો. જેને પગલે તેનું ઘટના સ્થળ ઉપર જ બાઈક ચાલકનું મોત નિપજયું હતું. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો વડોદરા - ડભોઇ રોડ ઉપર ફરતીકુઇ ગામ નજીક મોડી રાત્રે ટેમ્પાચાલકે અજાણ્યા બાઈકચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ બનાવને પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો. ડભોઇ પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કડક કાર્યવાહી હાથ ધરી ટેમ્પો ચાલકને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.