વડોદરા : ઉમેટા ખાતે રહેતા સંજયભાઈ ઘનશ્યામભાઇ વસાવા અને તેમના પાડોશીઓ બાબરી પ્રસંગમાં રિક્ષા લઇને ડભોઇ તાલુકાના સાઠોદ ગામમાં ગયા હતા. જ્યાંથી તેઓ પ્રસંગ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે સાઠોદ ગામ પાસે ડભોઇ તરફથી પૂર ઝડપે આવતા એક અજાણ્યા ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી.
ડભોઇ તાલુકાના સાઠોદ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત - Dabhoi Accident in Vadodara District
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સાઠોદ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા 3 વર્ષની બાળકી સહિત 3 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
જેમાં રિક્ષામાં બેઠેલા સંજયભાઇ વસાવા તેમના પત્ની હિમાબેન વસાવા તેમની 3 વર્ષની દીકરી કિંજલ વસાવા અને રોશની દિપકભાઈ મારવાડી,સીતાબેન દિપકભાઈ મારવાડી અને ગાયત્રીબેન મણીલાલ વસાવા , લીલાબેન રાવળ જેઓ રોડ ઉપર ફંગોળાયા હતા. જેમાં 3 વર્ષીય કિંજલ સંજયભાઈ વસાવા અને રોશની દિપકભાઈ મારવાડી અને લીલાબેન રાવળનું મોત નીપજ્યું હતું.
જ્યારે 4 ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમાં અકસ્માતને પગલે સાઠોદ-ડભોઇ રોડ ઉપર એક કિ.મી.નો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા ડભોઇ પોલીસ સ્થળ ઉપર પહોચી ગઇ હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.