વડોદરા:કરજણ નેશનલ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત(accident between three vehicles) સર્જાયો હતો.કરજણ સેવાસદન(Karjan Seva Sadan) પાસે ભયાનક અકસ્માત ઝોન પાસે એક ટ્રક, મોટરસાયકલ અને સ્વીફટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કરચાલક જીવ બચાવવા માટે પોતાની જ ટેન્કરનો કાચ તોડી કુદી પડ્યો હતો. દરમિયાન તે પોતાની જ ટેન્કર નીચે આવી જતાં ઘટનાસ્થળ ઉપર જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.
અકસ્માત ઝોન અંગે સ્થાનિક રહીશો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો તંત્ર ઘોરનિંદ્રામાં:કરજણ સેવાસદનથી મામલતદાર ઓફિસ તરફ જવાના માર્ગ ઉપરનો બ્રિજ સાંકળો અને જર્જરિત છે. જેને લઈને અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. આ વિસ્તારના આ અકસ્માત ઝોન અંગે સ્થાનિક રહીશો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. સરકારને અરજીઓ પણ કરવામાં આવી છે. પરંતુ તંત્ર આ બાબતે બેદરકાર હોય તેવું લાગી રહ્યું છે. દિવાળીના તહેવારો સમયે આ બ્રિજ ભારે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ દિવાળી બાદ આ બ્રિજ પર ભારે વાહનો પુનઃ ચાલુ કરી દેવામાં આવ્યો છે. જેનાં કારણે નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મુકાયા છે. દિવાળી બાદ બ્રિજ ફરી શરૂ કરી દેવાયાના ગણતરીના દિવસોમાં વધુ એક ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. ભયાનક અકસ્માત ઝોન પાસે જ વધુ એક ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. જેમાં પોતાનો જીવ બચાવવા કુદેલા ટેન્કરચાલકે પોતાના જ ટેન્કર નીચે આવી જતાં જીવ ગુમાવ્યો હતો. તેમજ ટેન્કરના કલીનરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આ માત્ર એક ઘટના નથી. અગાઉ પણ ભયાનક અકસ્માત ઝોન પાસે આવી ઘટનાઓ બનતી રહી છે. છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતાં નથી. ત્યારે આ ઘટનાને લઈને હવે તંત્ર જાગશે છે કે પછી તંત્રની કુંભકર્ણની નિંદ્રામાં હજુ કેટલા લોકો તેનો ભોગ બનશે તે જોવું રહ્યું.