- પાદરા જંબુસર રોડ પર અકસ્માત સર્જાયો
- ખાનગી લકઝરી બસની અડફેટે બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે મોત
- સ્થાનિક લોકોએ પુરપાટ દોડતા વાહનોને લઈ હોબાળો મચાવ્યો
વડોદરાઃ પાદરા જંબુસર રોડ પર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. અહીં દર બે-ત્રણ દિવસમાં એક અકસ્માતની ઘટના બની રહી છે. જેમાં કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ગુરુવારે સાંજે કંપનીમાંથી ઘરે પરત ફરી રહેલા 29 વર્ષીય બાઈક સવાર ખાનગી લક્ઝરી બસની અડફેટે આવતાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જેને લઇ વિફરેલા ટોળાએ પોલીસને આડે હાથ લઈ ગંભીર આક્ષેપ કર્યા હતા. 108 મારફતે મૃતકને પાદરા રેફરલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.વડોદરામાં ખાનગી બસએ બાઈક સવારને લીધો અડફેટે
અકસ્માતમાં યુવાનનું મોત
પાદરા તાલુકાના વડુ ગામમાં રહેતો 29 વર્ષીય યુવાન સોહીલ અનવરભાઇ સિંધા દેવશિસ લુણા રોડની કંપનીમાં નોકરી કરે છે. ગત સાંજે તે કંપનીમાંથી છૂટી પોતાની બાઈક પર ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન પાદરા જંબુસર રોડ ઉપર ખાનગી લકઝરી બસે તેને અડફેટે લેતા અડધો કિલોમીટર દૂર ફંગોળાયો હતો. શરીરના ભાગે તેને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને 108ને જાણ કરી હતી.