વડોદરા હાલ જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી2022ની (Gujarat Assembly Election 2022) તારીખો જાહેર થઈ ગઈ છે. દરેક પક્ષે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાની કાર્યવાહી (AAP announced candidates for Gujarat elections) આરંભી દીધી છે. ત્યારે ડભોઈ વિધાનસભા બેઠકના મત વિસ્તારમાં આમ આદમીના સંગઠનમાં આજે મોટું ગાબડું પડ્યું છે. 40 ઉપરાંત કાર્યકરોના રાજીનામા પડ્યાં છે.
પક્ષે કોઈ પણ કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર જ ડભોઇ વિધાનસભામાં ઉમેદવાર તરીકે અજીતસિંહ ઠાકોરનું નામ જાહેર કરી દીધું છે. જેથી મોટો વિવાદ સર્જયો છે. AAPના કાર્યકરોએ સામી ચૂંટણીએ જવાબદારીમાંથી હાથ ખંખેર્યાહાલ જ્યારે વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) ઉમેદવારોના નામ જાહેર થઈ રહ્યા છે. ત્યારે ડભોઇ વિધાનસભા મત વિસ્તારમાં (Dabhoi Assembly Constituency) ઘણા સમયથી નવ યુવાન કાર્યકરો કાર્યરત રહી પક્ષને મજબૂત બનાવવા પ્રયત્નશીલ હતા. પરંતુ પક્ષે કોઈ પણ કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર જ ડભોઇ વિધાનસભામાં ઉમેદવાર તરીકે અજીતસિંહ ઠાકોરનું નામ જાહેર કરી દીધું છે. જેથી મોટો વિવાદ સર્જયો છે. જેમાં આજે 40 ઉપરાંત કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ઉતારી દીધા હતા.
48 કલાકમાં નિર્ણય કરવા પક્ષને ચીમકીહાલમાં ડભોઇ વિધાનસભા મત વિસ્તારમાં પક્ષ દ્વારા અજીતસિંહ ઠાકોરોનું નામ જાહેર થતાની સાથે જ આમ આદમી પાર્ટી સંગઠનમાં (Aam Aadmi Party organization) મોટો હોબાળો સર્જાયો હતો. જેમાં સંગઠનના કાર્યકર્તાઓને પક્ષે વિશ્વાસમાં લીધા વગર જ નામ જાહેર કરી દીધું હોવાનાં આક્ષેપો કાર્યકરોએ કર્યા છે. જેમાં આજરોજ ડભોઇ નગરના સંગઠનના કાર્યકર્તાઓએ (Association workers of Dabhoi Nagar) પક્ષ પાસે આ ઉમેદવારનું નામ બદલવા માટેની મૌખિક રજૂઆત કરી છે.
પદાધિકારીઓએ વિશ્વાસઘાત કર્યાનો આક્ષેપ140 ડભોઇ વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓના જણાવ્યા પ્રમાણે, જ્યારે આમ આદમી પાર્ટીના ઉપલા લેવલથી હોદ્દેદારો આવતા હતા. ત્યારે તેઓ જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કાર્યકર્તા કે હોદ્દેદારો કામ કરશે. એમાંથી જ ડભોઇ વિધાનસભાનો ઉમેદવાર (Dabhoi Assembly Candidate) આવશે. પરંતુ તેનાથી વિપરીત જ પરિણામ આવ્યું હોઈ સ્થાનિક સંગઠનના હોદ્દેદારોમાં નારાજગી પ્રવર્તી હતી. તેઓએ જણાવ્યું છે કે, અમારી સાથે મોટો વિશ્વાસઘાત થયો છે, માટે અમે પાયાનાં કાર્યકરોએ આજે સામૂહિક રાજીનામા આપ્યા છે.