વડોદરા: શહેરના કાલાઘોડા પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં એક યુવાને પડતું મુક્યું હતું. આ બનાવ અંગેની જાણ ફાયરબ્રિગેડને થતાં વિશ્વામિત્રી નદીમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાલાઘાડો બ્રિજથી બે કિલોમીટર સુધી લાપતા થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ યુવાનનો કોઈ પત્તો મળ્યો ન હતો.
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં એક યુવાને ઝંપલાવ્યું, યુવાનની કોઈ ભાળ નહી - વડોદરા ફાયરબ્રિગેડ
વડોદરા શહેરના કાલાઘોડા પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં એક યુવાને પડતું મુક્યું હતું. આ બનાવ અંગેની જાણ ફાયરબ્રિગેડને થતાં કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં યુવાનની શોધખોળ શરૂ કરી છે.
વડોદરા
જ્યારે આજવામાંથી પાણી છોડાયું હોવાથી વિશ્વામિત્રી નદીમાં 6 ફૂટ પાણી આવ્યું હતું. યુવાનને નજરે જોનાર એક વ્યક્તિએ જણાવ્યું કે, બ્રિજ ઉપર બેઠો હતો. તે સમયે નદીમાંથી કંઈક પડવાનો અવાજ આવ્યો હતો. તરત મેં નદીમાં નજર કરતા એક યુવાન ડૂબી રહ્યો હતો. આ જોતા જ તે યુવાન દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના લશ્કરો દ્વારા કાલાઘોડા બ્રિજથી બે કિલોમીટર સુધી શોધખોળ શરૂ કરી હતી. પરંતુ, લાપતા થઇ ગયેલા યુવાનનો પત્તો મળ્યો ન હતો.