ગુજરાત

gujarat

ETV Bharat / state

"સિંગલ યુઝ પ્લાસ્ટિક" અભિયાનને સફળ બનાવવા યુરોપનો એક યુવાન વડોદરા આવ્યો - પ્રદૂષણમુક્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "સિંગલ યુઝ પ્લાસ્ટિક" અભિયાનને સફળ બનાવવા દેશભરમાં પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે આ અભિયાનનો ભાગ બનવા અને આ અભિયાનને સફળ બનાવવાનું બીડું હવે યુરોપના એક યુવાને ઝડપ્યું છે. યુરોપના મુરૈનાનો બ્રિજેશ શર્મા આ અભિયાનને સફળ બનાવવાના મિશન સાથે વડોદરા પહોંચ્યો છે. તે લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવા માટે જાગૃત કરી રહ્યો છે. તે સાઈકલ પર 6 રાજ્યોનું ભ્રમણ કર્યા બાદ વડોદરા પહોંચ્યો હતો.

"સિંગલ યુઝ પ્લાસ્ટિક" અભિયાનને સફળ બનાવવા યુરોપનો એક યુવાન વડોદરા આવ્યો
"સિંગલ યુઝ પ્લાસ્ટિક" અભિયાનને સફળ બનાવવા યુરોપનો એક યુવાન વડોદરા આવ્યો

By

Published : Dec 23, 2020, 10:29 AM IST

  • પ્રદૂષણમુક્ત ભારત અભિયાનમાં હવે યુરોપનો યુવાન જોડાયો
  • લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા કરે છે જાગૃત
  • સાઈકલ પર 6 રાજ્યોનુંં ભ્રમણ કરી લોકોને જાગૃત કરવા વડોદરા પહોંચ્યો
    "સિંગલ યુઝ પ્લાસ્ટિક" અભિયાનને સફળ બનાવવા યુરોપનો એક યુવાન વડોદરા આવ્યો

વડોદરાઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક હંમેશા પર્યાવરણમાં માટે ખતરારૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "સિંગલ યુઝ પ્લાસ્ટિક" અભિયાનને સફળ બનાવવા યુરોપની નોકરી છોડી મુરૈનાનો બ્રિજેશ શર્મા એક મિશન પર નીકળ્યો છે. અને સંપૂર્ણ ભારતમાં સાયકલ યાત્રા કરી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવા માટે જનજાગૃતિ ફેલાવી રહ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહીં કરવા માટે જનજાગૃતિ લાવવા હેતુસર પાંચ મહિનામાં સાયકલ યાત્રા થકી 6 પ્રદેશોનું ભ્રમણ કરી બ્રજેશ શર્મા મંગળવારે વડોદરા આવી પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં બ્રિજેશે 20 હજાર કિલોમીટરની યાત્રા પૂરી કરી છે, જેમાં 105 શહેરો અને 22 લાખ જેટલી કોલેજો તેમજ સ્કૂલના બાળકોને માહિતગાર કર્યા હતા.

"સિંગલ યુઝ પ્લાસ્ટિક" અભિયાનને સફળ બનાવવા યુરોપનો એક યુવાન વડોદરા આવ્યો

હવે આ યુવાન પહોંચશે ગ્રામ્ય વિસ્તારોમાં

આ ઉપરાંત 7 રાજ્યોમાં સાયકલ યાત્રા પૂર્ણ કરી છે. હવે આ યુવાન ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી ગ્રામજનોમાં જનજાગૃતિ લાવવા હેતુસર પ્રદુષણમુક્ત ભારત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા માટે માહિતગાર કરશે.

ABOUT THE AUTHOR

...view details