ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી મિકેનીક યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ - Gujarat News

વડોદરા શહેરના એક વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી મિકેનીક યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરતાં પોલીસે ગુનો નોંધી યુવકને ઝડપી પાડ્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે, ચાઇનીઝની લારી પર સગીરાને જોઇને અમાનતુલ્લાહે પોતાની ઓળખાણ રાજા તરીકે આપી દોઢ વર્ષથી પ્રેમજાળમાં ફસાવી ત્યારબાદ વિવિધ સ્થળે લઇ જઇ દુષ્કર્મ કર્યું હતું.

Vadodara Breaking News
Vadodara Breaking News

By

Published : Jun 11, 2021, 4:56 PM IST

  • ફરી લેવ જેહાદનો કિસ્સો આવ્યો સામે
  • વડોદરામાં યુવકે 15 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી
  • લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યુ
  • યુવક તેના વતન દર ભંગા ફ્લાઇટમાં લઇ ગયો હતો
  • ખોટુ નામ રાખી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી

વડોદરા : શહેરના એક વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાને રણોલીમાં રહેતા મુળ બિહાર દરભંગાના અમાનત તુલ્લાહ ઉર્ફે રાજા મનસુરઆલમે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યા બાદ તેને લગ્નની લાલચ આપી પોતાના વતન દરભંગા લઇ ગયો હતો પણ પોલીસને જાણ થઇ જતાં પરિવારને જાણ કરી બન્નેને ફ્લાઇટમાં વડોદરા પરત બોલાવ્યા હતા.

વડોદરામાં 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી મિકેનીક યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ

પોલીસે યુવકની ધરપકડ કરી

પોલીસ અને ધાર્મિક સંગઠનોએ સગીરાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા અમાનત તુલ્લાહે સગીરાને પહેલીવાર ચાઇનીઝની લારી પર જોઇ હતી અને ત્યાં સામે ચાલીને તેણે પોતાની ઓળખાણ રાજા તરીકે આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને મોબાઇલ નંબર લઇ લીધો હતો. જે બાદ સગીરાને ફોન કરવાના શરુ કર્યા હતા અને તેને અલગ અલગ દિવસે માર્ચ મહિનામાં દશરથના રુમમાં લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ કર્યું હતું. જે બાદ તેને એક ઘાસના ખેતરમાં લઇ જઇ ત્યાં પણ દુષ્કર્મ કર્યું હતું. જે બાદ તે 10માં ધોરણની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતી હતી, ત્યારે પણ અમાનતુલ્લાહ સગીરાને એક હાઇવે પર આવેલા ખેતરમાં લઇ ગયો હતો અને ત્યાં પણ તેણે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું.

મિકેનીક યુવક

આ પણ વાંચો : મહેસાણામાં અનુસુચિત જાતિની સગીરા પર લગ્નની લાલચ આપીને આચર્યું સામુહિક દુષ્કર્મ

પોલીસે અમાનતુલ્લાહની હાલ અટકાયત કરી તેનો કોવિડ ટેસ્ટ કરાવાની તજવીજ કરી

અમાનતુલ્લાહ ગત 2 તારીખે સગીરાને લગ્નની લાલચ આપી તથા ફરવા જવાના બહાને ઘેરથી લઇ ગયો હતો અને ટ્રાવેલ્સની બસમાં બિહાર-પટના જવા રવાના થયો હતો. જોકે પોલીસે અમાનતુલ્લાહના બન્ને ભાઇઓની કડક પુછપરછ કરી તે દરભંગા પહોંચે કે તુંરત જ બન્નેને ફ્લાઇટમાં વડોદરા આવવા જણાવી દીધું હતું. જેથી અમાનતુલ્લાહ ગભરાયો હતો અને લગ્ન સહિતની કોઇ પણ બાબતો અંગે સગીરા સાથે વાતચીત કરી શક્યો નહતો. ધાર્મિક સંગઠનોએ સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે, 15 વર્ષીય સગીરા સધી સાદી તથા ભોળી છે. તેનો ફાયદો અમાનતુલ્લાહે ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો : રાજકોટમાં 15 વર્ષની પુત્રી પર હવસખોર પિતાએ અનેક વખત ગુજાર્યો દુષ્કર્મ

કોવિડ રિપોર્ટ આવ્યા બાદ તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ કરાશે

સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને લગ્નની લાલચ આપી અપહરણ પણ કર્યું હતું. પોલીસે અમાનતુલ્લાહની હાલ અટકાયત કરી તેનો કોવિડ ટેસ્ટ કરાવાની તજવીજ કરી હતી. કોવિડ રિપોર્ટ આવ્યા બાદ તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ કરાશે.

ABOUT THE AUTHOR

...view details