ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ઈમારતની કામગીરી દરમિયાન મહિલા નીચે પટકાઈ, ઘટના સ્થળે મોત - vadodara updates

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં નિર્માણ થઇ રહેલી ઈમારતની સાઈટ પર એક શ્રમજીવી મહિલાનું કામગીરી દરમિયાન નીચે પટકાતા મોત થયું હતું. આ મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.

વડોદરા
વડોદરા

By

Published : Feb 10, 2020, 2:10 PM IST

વડોદરાઃ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શહેરના અલકાપુરી વિસ્તારમાં મેરીઓન નામે એક વૈભવી હોટલની કન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યારે સવારના સમયે આ કન્સ્ટ્રક્શનની ચાલતી કામગીરી દરમિયાન એક શ્રમજીવી મહિલા નીચે પટકાતા અન્ય કામદારો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.

વડોદરામાં હોટલના કન્સ્ટ્રક્શન સમયે એક શ્રમજીવી મહિલાનું મોત

આ બનાવની જાણ થતાં જ સુપરવાઇઝર અને બિલ્ડરે સ્થળ પર દોડી આવી સમગ્ર મામલાને આવરી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસે દોડી આવી 108 મારફતે મહિલાના મૃતદેહને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

જો કે, મળતી માહિતી પ્રમાણે આ મહિલાનું મોત ક્યાં કારણોસર થયુ છે, તે ચાક્કસ જાણી શકાયુ નથી, પરંતુ ઘટના બાદ તમામ કામદારોને સ્થળ પરથી રવાના કરી બિલ્ડર દ્વારા આ સમગ્ર ઘટના અંગે પડદો નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે વાતને પણ નકારી શકાય તેમ નથી.

ABOUT THE AUTHOR

...view details