ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં જન-જાતિય આજીવિકા પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સ યોજાઈ - National Conference

એમ.એસ.યુનિવર્સિટી અને શાશ્વત વિકાસ પ્રબોધન પરિષદના સંયુક્ત ઉપક્રમે જન-જાતિય આજીવિકાના ભાવિ માટેના પ્રયાસ પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના વન પ્રધાન ગણપત વસાવા ઉપસ્થિત રહ્યાં હતાં.

શાશ્વત વિકાસ પ્રબોધન પરિષદના ઉપક્રમે બે દિવસીય નેશનલ કોન્ફરન્સ યોજાયો
શાશ્વત વિકાસ પ્રબોધન પરિષદના ઉપક્રમે બે દિવસીય નેશનલ કોન્ફરન્સ યોજાયો

By

Published : Feb 3, 2020, 2:25 PM IST

વડોદરા: એમ.એસ.યુનિવર્સીટીના દીપ ઓડિટોરિયમ ખાતે આયોજીત શાશ્વત વિકાસ પ્રબોધન પરિષદના સયુંકત ઉપક્રમે જન-જાતિય આજીવિકા ભાવિ માટેના પ્રયાસ પર બે દિવસીય નેશનલ કોન્ફ્રાન્સ યોજાયો હતો. આ કોન્ફરન્સના અંતિમ દિવસે રાજ્યના વન પ્રધાન ગણપત વસાવા ઉપસ્થિત રહ્યાં હતાં.

શાશ્વત વિકાસ પ્રબોધન પરિષદના ઉપક્રમે બે દિવસીય નેશનલ કોન્ફરન્સ યોજાયો

આ તકે પ્રધાને જણાવ્યું હતું કે, આઝાદી પછીથી આવેલા યુરોપિયન ડેવલપમેન્ટ મોડેલને કારણે આજે પણ આપણે અંતરિયાળ ગામોમાં ધાર્યો વિકાસ સાધી શક્યા નથી. આજે પણ ઘણા લોકો બેરોજગાર છે. વધુમાં ઉમેર્યું હતું કે, આઝાદી પહેલા જે પરંપરાગત રીતે ખેતી કરાતી હતી, તેના દ્વારા પણ ગામડાઓ સમૃદ્ધ જ હતાં, પરંતુ આઝાદી બાદના વિકાસના મોડેલમાં જે ફેરફારો આવ્યા છે. જેના કારણે વિકાસ માત્ર અમુક વિસ્તારો સુધી જ સિમીત બન્યો છે. જેથી જે પણ સંસ્થાઓ આવા અંતરિયાળ ગામો માટે કામ કરી રહી છે તે ખરેખર સરાહનીય છે. આપણે માત્ર વિકાસ જ નહીં, પરંતુ આઝાદી પહેલાંની જે પરંપરાગત પદ્ધતિઓ પરત લઇ આવી તે આદિવાસી ગામોના લોકો માટે તેમના જ ગામમાં રોજગારીની તકો ઊભી કરવાની છે.

વધુમાં ગુજરાતનાં જંગલો વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં વીસ વર્ષોમાં વર્ષ ૨૦૧૭ના આંકડા મુજબ ગુજરાતનાં જંગલોમાં વધારો નોંધાયો છે. આઝાદી બાદ પ્રથમવાર ગુજરાતના જંગલ વિસ્તારમાં વધારો નોંધાયો છે, જે ખૂબ સારી બાબત છે. જંગલોના સંરક્ષણ માટે જે નાની-નાની ગ્રામ સમિતિઓ બનાવી છે, તે સ્વજાગૃત થઈ જંગલોનું રક્ષણ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details