ગુજરાત

gujarat

ETV Bharat / state

Khair Wood in Valsad : નાનાપોઢા ફોરેસ્ટ અધિકારીઓની ટીમે ખેરના લાકડા સહિત મેક્સ જીપ ઝડપી - વલસાડ જંગલ ખાતું

વલસાડના વહિયાળ ગામેથી છોલેલા ખેરના લાકડા (Khair Wood in Valsad) ટેમ્પોમાં ભરી લઈ જવાતા હતા. પરંતુ ધરમપુર રેન્જ સ્ટાફ, નાનાપોંઢા પોલીસે છાપો મારી ખેરના લાકડા સહિત મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ પહેલા પણ કારમાં સાગી લાકડાનો જથ્થો લઈ જવામાં આવ્યો હતો.

Khair Wood in Valsad : નાનાપોઢા ફોરેસ્ટ અધિકારીની ટીમે ખેરના લાકડા સહિત મેક્સ જીપ ઝડપી
Khair Wood in Valsad : નાનાપોઢા ફોરેસ્ટ અધિકારીની ટીમે ખેરના લાકડા સહિત મેક્સ જીપ ઝડપી

By

Published : Feb 3, 2022, 9:44 AM IST

વલસાડ : નાનાપોઢા રેન્જ ઓફીસનો સપાટો છોલેલા ખેરના લાકડા (Khair Wood in Valsad) ટેમ્પોમાં ભરી લઈ જવાતા હતા. પરંતુ તે પહેલાં જ છાપો મારી ખેરના લાકડા, ટેમ્પો મેક્સ જીપ સહિત મળી કુલ 21,78,124નો મુદ્દામાલ (Nanapodha Range Seized a Quantity of Khair Wood) કબ્જે કર્યો છે. જ્યારે વાહન ચાલક અને મજૂર જંગલ ખાતાના કર્મચારીને જોઈને ફરાર થઇ ગયા હતા.

રાત્રે અઢી વાગ્યે પોલીસના સંકલન સાથે રહી જંગલ વિભાગે માર્યો છાપો

નાનાપોઢા ફોરેસ્ટ અધિકારીની ટીમે ખેરના લાકડા સહિત મેક્સ જીપ ઝડપી

રાતના અઢી વાગ્યાની આસપાસના સમયે નાનાપોંઢા રેન્જ અધિકારી અભિજીતસિંહ રાઠોડ તેમજ ટીમ ધરમપુર રેન્જ સ્ટાફ, નાનાપોંઢા પોલીસ સ્ટાફ સાથે સંકલનમાં રહી મોટી વહિયાળ ગામે નિશાળ ફળિયા પાસે કોતરની અવાવરૂ જગ્યામાં છોલેલા ખેરનો (Kher wood in Vahiyal) જથ્થો 7.683 ઘન મીટર જેની કિંમત અંદાજે 2,78,124 પકડી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Forest Department: સુરતના સરકુઈ ગામેથી વન વિભાગે ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો

મુદામાલ કબ્જે

ખેરની ગેરકાયદેસર વાહતુક કરવા માટે રાખેલા અશોક લેલેન્ડ ટેમ્પો નં. MH -48-BM-7569 જેની કિંમત આશરે 18 લાખ તેમજ મેક્સ ગાડી તેની કિંમત આશરે 1 લાખ છે. જે કુલ મળી 21,78,124નો મુદ્દામાલ ઝડપી પાડી નાનાપોંઢા રેન્જ કચેરી લાવી જમા કરવામાં આવ્યો છે.

થોડા દિવસ પૂર્વે ટોવેરા કારમાં લઇ જવાતા સાગી લાકડા ઝડપાયા હતા

નાનાપોઢા વિસ્તારમાં તાજેતરમાં જ થોડા દિવસ પેહલા ટોવેરા કારમાં સાગી લાકડાનો (Seize a Quantity of Teak Wood) જથ્થો લઈ જવામાં આવ્યો હતો. આ જથ્થો રાત્રી દરમિયાન લઈ જવામાં આવ્યો હતો. જે જંગલ ખાતાના અધિકારીને મળેલી બાતમીને આધારે ઝડપી લેવામાં આવ્યો છે. રાત્રી દરમિયાન નાનાપોઢા રેન્જ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અનેક વાહનોમાં ખેરના લાકડાનો તસ્કરો દ્વારા હેરાફેરી થઈ રહી છે. ત્યારે આજે ટેમ્પો અને મેક્સ જીપમાં ભરી વાહતુક કરવામાં આવે તે પહેલાં જ જંગલ ખાતાના અધિકારી પહોંચી જતા જથ્થો હાથ લાગ્યો હતો.

આ પણ વાંચોઃ પ્લાસ્ટિક અને ચાઇનાની વસ્તુઓ આવવાથી લાકડા ઉદ્યોગને થઇ મોટી અસર

ABOUT THE AUTHOR

...view details