- કરજણ તાલુકાના વલણ ગામમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ
- આયોજીત સભામાં સોશ્યલ ડિસ્ટન્ટનો અભાવ
- મહિલાઓ નાના બાળકો સાથે સભામાં જોડાઈ
આગામી પેટા ચૂંટણીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ-કોંગ્રસ દ્વારા જનતાને રિઝવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શનિવારની રાત્રે કરજણ તાલુકાના વલણ ગામમાં કોંગ્રસની જાહેર સભા યોજાઇ હતી. જેમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી હતી. જેમા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો. સાથે જ કોંગ્રસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
ડૉ. જીતુ પટેલે ભાજપ પર કર્યા પ્રહાર
આ જાહેર સભામાં ઉપસ્થિત કોંગ્રેસના વિવિધ વકતાઓએ જનમેદનીને સંબોધન કર્યું હતું. જેમાં કોંગ્રેસના ડૉ. જીતુ પટેલે જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે કેટલાક વેચાયેલા માલને લઈને કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી થોપાઈ છે. આ ચૂંટણી નથી. પરંતુ આ યુદ્ધ દેશની આઝાદીના જતન માટેનો યજ્ઞ છે. કોંગ્રેસને મત આપી જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી.
ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે સરદાર ડેમનો પાયો 1961માં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ નાખ્યો હતો અને ચીમનભાઈ પટેલે પૂર્ણ કર્યો હતો. તે ડેમ હોડકા અને વિમાનો ઉડાડવા માટે ન હતો. પણ ખેડૂતોની તૃષા છીપાવવા માટે હતો. એના બદલે તમાશો કર્યાનો ભાજપ પર આક્ષેપ કર્યો હતો.