ગુજરાત

gujarat

ETV Bharat / state

વિધાનસભા ચુંટણી 2022: ભાજપ સરકાર સામે 75 મુદ્દાનું તહોમતનામું જાહેર

વડોદરા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા (Congress party) પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીજેપીની સરકાર સામે 75 મુદ્દાનું તહોમતનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા, શહેર પ્રમુખ ઋત્વિજ જોશી, મનપાના વિપક્ષ નેતા અમી રાવત, નરેન્દ્ર રાવત સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ રાજ્ય સરકાર પર 75 જેટલા વિવિધ આક્ષેપો કર્યા હતા.

વિધાનસભા ચુંટણી: ભાજપ સરકાર સામે 75 મુદ્દાનું તહોમતનામું જાહેર
વિધાનસભા ચુંટણી: ભાજપ સરકાર સામે 75 મુદ્દાનું તહોમતનામું જાહેર

By

Published : Nov 7, 2022, 4:09 PM IST

વડોદરાખાતે કોંગ્રેસ પક્ષ (Congress party) દ્વારા પત્રકાર પરિષદ બીજેપીની સરકારસામે 75 મુદ્દાનું તહોમતનામું બહાર પાડ્યું હતું. ચૂંટણી આવે ત્યારે દરેક સમાજનો ટિકિટ માગવાનો અધિકાર હોવાનું જણાવ્યું. સમાજના લોકોને આપેક્ષા હોય કે ટિકિટતેમના સમાજને મળે તેવું ઈચ્છે છે. કોંગ્રેસ આ વખતની ચૂંટણી આક્રમકતાથી લડવાની છે. કોઈ પણ સમાજની માગણીને પક્ષનું મોવડી મંડળ સાભળશે. વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠક પરના ઉમેદવાર અંગે પ્રશ્ન પુછાતા થઈ તુતુ મેંમેં. ગઈ કાલે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ ઉમેદવારની પસંદગીને લઈ નારાજગી દર્શાવી હતી.

વિધાનસભા ચુંટણી: ભાજપ સરકાર સામે 75 મુદ્દાનું તહોમતનામું જાહેર

રાજકીય પક્ષો સજ્જઆગામી વિધાનસભાની યોજાનારી ચૂંટણી માટે રાજકીય પક્ષો સજ્જ થઈ ગયા છે. તેમજ ઉમેદવારની યાદી પણ બહાર પાડવામાં આવી રહ્યી છે. વડોદરા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવાની અધ્યક્ષતામાં વર્તમાન બીજેપીની સરકાર સામે 75 મુદ્દાનું તહોમતનામું બહાર પાડ્યું હતું.

સરકાર સામે આરોપવડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બીજેપી સરકાર સામે આરોપનામું દર્શાવતી પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા, શહેર પ્રમુખ ઋત્વિજ જોશી, મનપાના વિપક્ષ નેતા અમી રાવત, નરેન્દ્ર રાવત સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ રાજ્ય સરકાર પર 75 જેટલા વિવિધ આક્ષેપો કર્યા હતા. ભાજપનો વિકાસ ખાડે ગયો છે. ગુજરાતનો મૃત્યુ દર 18 ટકાથી ઘટ્યો છે. તેમજ ગુજરાતના લોકોની માથા દીઠ આવક ઓછી થઈ છે. 23 ટકા લોકો ગરીબ રેખા નીચે જીવી રહ્યા છે. તેલ, અનાજ, રાંધણ ગેસના ભાવ વધી રહ્યા છે. સાક્ષરતા નો દર 17 ટકાએ પહોંચ્યો છે, ઉપરાંત શિક્ષણમાં 28 મો નંબર આવે છે. કન્યા કેળવણી નો દર 30 ટકાએ પહોંચ્યો છે.

કોંગ્રેસમાં રજૂઆત જ્યારે કડીના અનુસૂચિત જન જાતિ સમાજની પ્રદેશ કોંગ્રેસમાં રજૂઆતનો મામલો સામે આવ્યો હતો. જે અંગે સુખરામ રાઠવાએ જણાવ્યું કે ચૂંટણી આવે ત્યારે દરેક સમાજનો ટિકિટ માગવાનો અધિકાર હોવાનું જણાવ્યું હતું. સમાજના લોકોને આપેક્ષા હોય કે ટિકિટ તેમના સમાજને મળે તેવું ઈચ્છે છે. ત્યારે કોંગ્રેસ આ વખતની ચૂંટણી આક્રમકતાથી લડવાની છે અને કોઈ પણ સમાજની માગણીને પક્ષનું મોવડી મંડળ સાભળશે તેમ જણાવ્યું હતું.

ઉમેદવાર પસંદગીમાંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં એક બેન જે નવા ધખલ થયા એને ટિકિટ ફાળવવામાં આવી છે. અમારા પ્રભારી વડોદરાના અમારા જે કોંગ્રેસના કાર્યકરો છે એને વિશ્વાસમાં લીધા ચોક્કસ હશે. તેમ છતાં આજે નામ નક્કી થઇને આવ્યું છે. એક સારા ડોક્ટર તરીકે એક નવો ચહેરો કોંગ્રેસે એજ્યુકેટ ચહેરાને રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે. માંજલપુર વિસ્તારમાંથી ઘણા બધા ફોન મારા પર પણ આવ્યા છે. પણ આ બાબતમાં શું કરવું તે અમારી જે કમિટી છે. એમાં ચર્ચા થશે એની ડિમાન્ડને દયાનમાં રાખવી પડશે. આ એક કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયા છે. ઉમેદવાર પસંદગી કરવાની એમાં ચર્ચા થશે.

ABOUT THE AUTHOR

...view details