ક્રિકેટ હિત રક્ષક સમિતિ બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં થતા ભ્રષ્ટ્રાચારોને છેલ્લા ઘણા વર્ષોથી ઉજાગર કરે છે. મુનાફ પટેલ પણ BCAમાં મેન્ટર તરીકે ફરજ બજાવે છે, ત્યારે આ વિવાદ હવે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ સામે ધમકી આપવા બાબતે પોલીસમાં અરજી દાખલ - BCA
વડોદરાઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ વિવાદમાં સપડાયા છે. કારણ કે, વડોદરામાં ક્રિકેટ હિત રક્ષક સમિતિના પ્રમુખે મુનાફ પટેલ સામે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસમાં અરજી દાખલ કરી છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ સામે ધમકી આપવા બાબતે પોલીસમાં અરજી દાખલ કરાઈ
મળતી માહિતી મુજબ, તાજેતરમાં જ ક્રિકેટ હિત રક્ષક સમિતિના પ્રમુખ દેવેન્દ્ર સુરતી સહિત સભ્યોએ શહેરમાં BCAમાં ચાલતા ભ્રષ્ટ્રાચારને ઉજાગર કરતા હોર્ડિગ્સ શહેરમાં લગાવ્યા હતાં. જેને લઈ દેવેન્દ્ર સુરતીને મુનાફ પટેલે ફોન પર ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ આ મામલે શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનમાં મુનાફ વિરૂદ્ધ અરજી પણ દાખલ કરવામાં આવી છે.