વડોદરાઃ જિલ્લાના સાવલીમાં તાલુકાના ઉધોગકારો અને સાવલીના ધારાસભ્ય, વહીવટીતંત્ર સાથે વર્તમાન પરિસ્થિતિમાં નિર્વિઘ્ને ઉધોગો ચલાવી શકાય અને કામદારો લોકડાઉન સમયમાં પગાર અને ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો બાબતે ધારાસભ્ય કેતન, પ્રાંતઅધિકારી, મામલતદાર, તા.વિકાસઅધિકારી અને ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ, અને કંપનીના પ્રતિનિધિઓ સાથે સાવલી તાલુકા સેવાસદન ખાતે મીટીંગ યોજાઈ હતી.
વડોદરાના સાવલી તાલુકા સેવાસદનમાં ઉધોગકારો સાથે બેઠક યોજાઇ - corona effect on industries
વડોદરાના સાવલી તાલુકા સેવાસદન ખાતે સાવલીના ઉધોગકારો સાથે પ્રાંતઅધિકારી અને ધારાસભ્યની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. ઇન્ડસ્ટ્રીયલને લગતા પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
વડોદરાના સાવલી તાલુકા સેવાસદનમાં ઉધોગકારો સાથે બેઠક યોજાઇ
જેમાં ઉધોગકારોને લોકડાઉનમાં કામદારો અને રો મટીરીયલ ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા વર્ણવી હતી અને ધારાસભ્યએ ઉધોગકારોને લોકડાઉન સમયનો કામદારોને જાહેરનામાં પ્રમાણે ચૂકવવા પાત્ર પગાર વહેલી તકે ચૂકવવા કહ્યું હતું. ચર્ચાને અંતે સમાધાનકારી વલણ અપનાવી સમસ્યાનો સામનો કરવા સહમતી સધાઈ હતી. ઉધોગકારો અને ધારાસભ્ય સહિત વહીવટીતંત્ર સાથેની મીટીંગ આવકારદાયક રહી અને આવનારા સમયમાં સ્થાનિક લોકોની નોકરી માટે ઉત્તમ તક છે.
Last Updated : Jun 4, 2020, 3:21 PM IST