ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: પાદરા એસટી ડેપોમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો હોબાળો - વડોદરા સમાચાર

પાદરા એસટી ડેપોમાં વાઘોડિયા અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો ભારે હોબાળો પાદરા થી વાઘોડિયા-લીમડા જતા વિદ્યાર્થીઓને પાદરા એસટી ડેપોનું વહીવટી તંત્ર સમયસર બસ ન મુકતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. જેના કારણે વિધાર્થીઓને ભણતરમાં પણ ખૂબ જ મોટી ખોટ પડી છે.જેને લઈને આજરોજ પાદરા એસટી ડેપો ખાતે વાધોડીયા તરફ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

પાદરા એસટી ડેપોમાં વાઘોડિયા અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો ભારે હોબાળો
પાદરા એસટી ડેપોમાં વાઘોડિયા અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો ભારે હોબાળો

By

Published : Jul 20, 2023, 1:40 PM IST

પાદરા એસટી ડેપોમાં વાઘોડિયા અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો ભારે હોબાળો

વડોદરા: છેલ્લા કેટલા સમયથી વિદ્યાર્થીઓ દ્વારા પાદરા એસટી ડેપો મેનેજરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ પાદરા એસટી ડેપોનું વહીવટી તંત્ર આ બાબતે આ આંખ આડા કાન કરતું હોય તેવું જણાય આવ્યું હતું. ત્યારે સરકારના આ સ્વપ્નો ઉપર પાદરાનું એસટી ડેપોનું વહીવટી તંત્ર પાણી ફેરવી રહ્યું હોય તેમ જણાઈ આવે છે. વિદ્યાર્થીઓને સમયસર ભણતર કરવાના સ્થળ સુધી પહોંચાડવા માટે તેમજ તેમના ભણતરમાં રુકાવટ ન આવે તે માટે દરેક એસટી ડેપોના વહીવટી તંત્રને સમયસર રૂટ ચાલુ કરવા માટે સૂચનાઓ આપવામાં આવતા હોય છે.

" 6:15ની વાઘોડિયા ડેપોની બસ નો સમય ૫:૩૦ નો થઈ જતાં સવારે 6:00 કલાકે વિદ્યાર્થીઓને એ બસનો લાભ મળ્યો નહીં અને માત્ર વાઘોડિયા ડેપો ના બે જ રૂટ ચાલી રહ્યા છે"--પાદરા કંટ્રોલ ઓફિસર

અફડાતફડીનો માહોલ: પરંતુ ઘોર-અંધેર વહીવટ ચલાવતું આ પાદરાનું એસટી ડેપોનું વહીવટી તંત્ર સરકારના નિયમોને પણ ઘોળીને પી ગયું હોય તેવું લાગે છે. જાણવા મળતી માહિતી મુજબ પાદરા એસટી ડેપો ખાતેથી વાઘોડિયા તરફ જતા સવાર માત્ર બે જ રૂટ ચલાવવામાં આવે છે. જેમાં પાદરા અને જંબુસરથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિધાર્થીઓ સમયસર શાળા - કોલેજે પહોંચી શકતા નથી. પાદરા એસટી ડેપો ખાતે સવારે 06:15 કલાકે વાઘોડિયા તરફ જતી બસ નો રૂટ અચાનક બદલી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો.

હલ્લાબોલ કરી ફરીથી ઉગ્ર: પાદરા ડેપો મેનેજર ઢાંક પીછોળો કરતા હોય તેમ લાગી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ આજરોજ બનેલી આ ઘટના બાબતે પાદરા એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ડેપો મેનેજરેમીડિયા સમક્ષ કોઈ વિગતો આપી ન હતી. તેઓ આ બાબતે ઢાંકપીછોડો કરતા હોય તેવું જણાઈ આવ્યું હતું. વિધાથીઓ દ્વારા રજૂઆત કરવા છતાં પણ વાઘોડિયા - લીમડા જતી બસોના રૂટ વધારવામાં આવ્યા ન હતા. પાદરા થી વાઘોડિયા તરફ લગભગ 250 થી 300 વિદ્યાર્થીઓ રોજના અપડાઉન કરતા હોય છે. પરંતુ આ પાદરા એસટી ડેપોનું વહીવટી તંત્ર આ બાબત તે હર હંમેશ આંખ આડા કાન જ કરતું આવ્યું છે. જેથી આજરોજ વિદ્યાર્થીઓએ પાદરા એસટી ડેપો ખાતે હલ્લાબોલ કરી ફરીથી ઉગ્ર રજૂઆતો કરી હતી.

બસો રોકી વિરોધ: પાદરા એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો તો તે બાબતે વિદ્યાર્થીઓએ એકત્રિત થઈ પાદરા એસટી ડેપો ખાતે abvp ના વિદ્યાર્થી અગ્રણીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા .વિદ્યાર્થીઓએ " હમ હમારા હક્ક માગેંગે , નહિ કિસીસે ભીખ માંગતે " તેમજ " મેનેજર ને બોલાવો " જેવા વિવિધ નારાઓ લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાદરા ડેપો ખાતે પાદરા પોલીસ પહોંચી સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

  1. Vadodara Crime : વડોદરામાં બે દીકરીની હત્યા કરનાર માતાને હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા...
  2. Vadodara News : અંગ્રેજીનું વધતું પ્રભુત્વમાં વડોદરામાં માત્ર એક જ શાળા ચાલુ, મરાઠી માધ્યમની સ્કૂલોનો યુગ અસ્તાચળ તરફ

ABOUT THE AUTHOR

...view details