આ પ્રદર્શન ગાંધીજી તેમજ ગાંધીજીના પ્રવાસન સ્થળો આધારિત છે. જે તારીખ 2 થી 13 ઓકટોબર દરમિયાન સવારે 10 થી સાંજે 7 સુધી લોકો નિહાળી શકશે.
વડોદરામાં ગાંધીજીના જીવન આધારિત પ્રદર્શનનું આયોજન - નર્મદા ભવન ખાતે ગાંધીજીનું પ્રદર્શન
વડોદરા : શહેરના નર્મદા ભવન ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિતે ગાંધીજીના જીવન અંગે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
etv bharat
ગાંધીજીના જીવનમૂલ્યો અને તેમના જીવનથી લોકો પરિચિત થાય તેમજ ખાસ કરીને યુવાપેઢી તેમના વિચારોથી વાકેફ થાય અને તેમના વિચારોને અનુસરે તેવા હેતુથી આ પર્યટન પર્વનુ આયોજન કરવામાં આવ્યું હતું.