- વડોદરાના વારસિયા સિંધું સાગર તળાવમાંથી મૃત હાલતમાં માછલીઓ મળી
- વર્ષ 2018માં તળાવનું કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું
- આટલી બધી માછલીઓના મોત થતા સ્થાનિક લોકો પણ ચોંકી ઊઠ્યા હતા
વડોદરાઃશહેરના વારસિયા ખાતે આવેલા સિંધુ સાગર તળાવ ખાતે બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવ્યું છે. તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. આ તમામની વચ્ચે અહીં સંખ્યાબંધ માછલીઓ મૃત અવસ્થામાં મળી આવી હતી, જેને જોઈ ચોંકી ઉઠેલા લોકોએ પાલિકા તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ મોડે મોડે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આથી મૃત માછલીઓ નો નિકાલ કરાવ્યો હતો.
જોકે, આટલી મોટી સંખ્યામાં માછલીઓ કેમ મરી તેનો હાલ તંત્ર પાસે કોઈ જવાબ નથી. બનાવની જાણ થતા ઘટના સ્થળે પાલિકાના અધિકારીઓ દોડી આવ્યા હતા. માછલીઓ મૃત હાલતમાં મળવા પાછળનું ચોક્કસ કારણ જાણવા તેઓએ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 14 મહિના પહેલા વર્ષ 2018માં પણ અહીં સંખ્યાબંધ માછલીઓ મૃત અવસ્થામાં મળી આવી હતી.