ગુજરાત

gujarat

By

Published : Jun 20, 2020, 12:37 PM IST

ETV Bharat / state

વાઘોડીયા GIDCમાં આવેલી જયશ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં લાગી ભીષણ આગ

વાઘોડીયા GIDCમાં આવેલી જયશ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતાં ભારે અફરાતફરી મચી હતી. વહેલી સવારે સોલ્વન્ટના પ્લાન્ટમાં આગ લાગતા આખો પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હતો. આગ પર કાબુ મેળવવા વડોદરા ફાયર બ્રીગેડની મદદ લેવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા વાઘોડીયા અને વડોદરાના ફાયર બ્રીગેડના ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

વાઘોડીયા GIDCમાં આવેલી જયશ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં લાગી ભીષણ આગ
વાઘોડીયા GIDCમાં આવેલી જયશ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં લાગી ભીષણ આગ વાઘોડીયા GIDCમાં આવેલી જયશ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં લાગી ભીષણ આગ

વડોદરાઃ વાઘોડીયા GIDCમાં આવેલી જયશ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતાં ભારે અફરાતફરી મચી હતી. વાઘોડિયા અને વડોદરાના ફાયર ફાઈટરોએ તત્કાલ દોડી આવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

વાઘોડીયા GIDCમાં આવેલી જયશ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં લાગી ભીષણ આગ
વાઘોડીયા GIDC સ્થિત શેડ નંબર-1043માં મોટા પ્રમાણમાં સોલ્વન્ટનો જથ્થો મુકવામાં આવ્યો હતો. વહેલી સવારે સોલ્વન્ટના પ્લાન્ટમાં આગ લાગતા આખો પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાની વાઘોડીયા GIDCમાં આવેલી જયશ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં આજે શનિવારે વહેલી સવારે ભીષણ આગ લાગતા ફાયર બ્રીગેડ દ્વારા તેને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.
વાઘોડીયા GIDCમાં આવેલી જયશ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં લાગી ભીષણ આગ

સોલ્વન્ટ પ્લાન્ટમાં આગ લાગતા ફાયર બ્રીગેડ દ્વારા મેજર કોલ જાહેર કરીને આગ પર કાબુ મેળવવાના માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, આગ ભીષણ હોવાથી તેની ઉપર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. વાઘોડીયા GIDC સ્થિત શેડ નંબર-1043માં મોટા પ્રમાણમાં સોલ્વન્ટનો જથ્થો મુકવામાં આવ્યો હતો. જ્યાં અચાનક વહેલી સવારે સોલ્વન્ટના પ્લાન્ટમાં આગ લાગતા આખો પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હતો.

પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગને પગલે આસપાસની કંપનીઓ તેમજ ગ્રામજનો ચિંતામાં મુકાઇ ગયા હતા. વાઘોડીયા GIDCમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે વડોદરા ફાયર બ્રીગેડની મદદ લેવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા વાઘોડીયા અને વડોદરાના ફાયર બ્રીગેડના ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details