વડોદરાઃ શહેરના એરપોર્ટ ખાતે કોરોના વાઇરસ સંબંધિત હેલ્થ એલર્ટ ડિસપ્લે બોર્ડ મૂકવામાં આવ્યું છે. કોરોના વાઇરસ એલર્ટ ફોર ઓલ ટ્રાવેલર્સ નામે મૂકાયેલું આ બોર્ડ પાલિકા દ્વારા આપવામાં આવ્યું હોવાનું એરપોર્ટ ડાયરેક્ટરે જણાવ્યું હતું.
ચીનમાં કોરોના વાઇરસને પગલે વડોદરા એરપોર્ટ પર હેલ્થ એલર્ટ - vadodra news today
ચીનમાં કોરોના વાયરસને પગલે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે, ત્યારે વડોદરામાં સાવચેતી દાખવવામાં આવી રહી છે. વડોદરા એરપોર્ટ પર કોરોના વાઇરસ સંબંધિત હેલ્થ એલર્ટ મુકાવામાં આવ્યુ છે.
વડોદરા
આ બોર્ડમાં ચીનના વુહાન શહેર અને હુબઇથી આવી રહેલા યાત્રીઓને કોરોના વાઇરસ સંબધિત સૂચના છે, જેમાં આવા યાત્રીઓએ મેડિકલ ચેક અપ કરાવી લેવાનું જણાવાયુ છે. જે વુહાન એરપોર્ટથી 14 દિવસમાં પસાર થયા હોય અથવા હુબઇ પ્રાંતથી 28 દિવસ પહેલા આવ્યા હોય, તેમણે પણ આ ચેક કરાવી લેવાનું જણાવાયું છે. કોરોના વાઇરસના લક્ષણોમાં કફ, સતત તાવ અને હાંફ ચઢવા જેવા લક્ષણોનો ઉલ્લેખ છે. આ ઉપરાંત આવા યાત્રીઓ એરપોર્ટના હેલ્થ ઓફિસરનો સંપર્ક કરીને પણ માર્ગદર્શન મેળવી શકે છે.