ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મ, પોલીસ તપાસ શરુ કરી - વડોદરા નવલખી મેદાનમાં એક સગીરા સાથે સામુહિક દુષ્કર્મ

વડોદરા: શહેરના નવલખી મેદાનમાં એક સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીઓના સ્ક્રેચ જાહેર કરી તપાસ શરુ કરી છે. આ ગેંગ રેપને પગલે સંસ્કારી નગરી અસંસ્કારી બની છે.

vadodara
etv bharat

By

Published : Nov 29, 2019, 4:39 PM IST

વડોદરાના નવલખી મેદાનમાં એક સગીરા સાથે સામુહિક દુષ્કર્મની દુર્ઘટના ઘટી છે. આ મામલે પોલીસ સહિત તમામ તંત્ર દોડતુ થઈ ગયું છે.

વડોદરામાં ગેંગ રેપને પગલે સંસ્કારી નગરી બની અસંસ્કારી
વડોદરામાં ગેંગ રેપને પગલે સંસ્કારી નગરી બની અસંસ્કારી

મળતી માહિતી મુજબ વડોદરાના નવલખી મેદાનમાં ગુરૂવારની રાત્રે 3 શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ગેંગ રેપને પગલે સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા શહેર ફરી એકવાર કલંકિત થયું છે.

વડોદરામાં ગેંગ રેપને પગલે સંસ્કારી નગરી બની અસંસ્કારી

રાવપુરા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ સગીરાને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો દોડતી થઈ ગઈ હતી. હાલ, તો આરોપીઓ ફરાર છે. પરંતુ પોલીસ પીડિતાને પાસેથી આરોપીના સ્ક્રેચ બનાવી તપાસ આરંભી હતી. તેમજ શહેરમાં પોલીસ દ્વારા આ મામલે આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details