ગુજરાત

gujarat

ETV Bharat / state

પાદરાના અડકીયાવાળા ફળિયામાં ભીષણ આગ લાગતાં નાસભાગ, કોઈ જાનહાની નહીં - fire news

પાદરા નગરના અડકયાવાળા ફળિયામાં આવેલા એક વર્ષ જુના મકાનમાં આગના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. જો કે, ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવતા જાનહાની ટળી હતી.

Padra
પાદરાના અડકીયાવાળા ફળિયામાં ભીષણ આગ લાગતાં નાસભાગ, જાનહાની થતા ટળી

By

Published : Dec 2, 2020, 4:04 PM IST

  • અડકયાવાળા ફળિયાના વર્ષો જુના મકાનમાં લાગી ભીષણ આગ
  • આગથી લોકોમાં મચી અફરાતફરી
  • ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ મેળવ્યો આગ પર કાબૂ


વડોદરા: જિલ્લાના પાદરા નગરના લાલબાવાના લીમડા પાસે આવેલા અડકીયાવાળા ફળિયામાં આવેલા એક મકાનમાં ભીષણ આગ લાગતાં નસાભાગ મચી હતી. જેમાં સ્થાનિકો અને ફાયર ફાયટરોએ ભારે જહેમત ઉઠાવી પડી હતી.

પાદરા નગરપાલિકાના ફાયર ફાયટરો ઘટના સ્થળે

સ્થાનિક રહીશો દ્વારા બનાવ અંગેની જાણ પાદરા નગરપાલિકાના ફાયર ફાયટરોને કરવામાં આવતાં ઘટના સ્થળે ફાયર ફાયટરો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ પણ સ્થળ પર આવી ગઈ હતી. આગ વિકરાળ હોવાથી મકાન જુનું હોવાના કારણે આગ ઉપર કાબૂ મેળવવા માટે ફાયર ફાયટરો અને સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. દોઢ કલાકની જહેમત બાદ પાલિકાના ફાયર ફાયટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details