ગુજરાત

gujarat

ETV Bharat / state

સાવલી પોઈચા રોડ પર ભંડારી પાવરલાઈન કંપનીમાં લાગી આગ

વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા પાસે પોઈચા રોડ પર આવેલી ભંડારી પાવરલાઈન નામની કંપનીમાં આકસ્મિક આગ લાગતા તંત્રમાં દોડધામ મચી હતી. તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવેલા સાવલી નંદેસરીના ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.

ભંડારી પાવરલાઈન કંપનીમાં આગ
ભંડારી પાવરલાઈન કંપનીમાં આગ

By

Published : Apr 17, 2021, 10:03 AM IST

Updated : Apr 17, 2021, 2:37 PM IST

  • સાવલી પોઈચા રોડ પર ભંડારી પાવરલાઈન કંપનીમાં આગ
  • આગે વિકરાળ સ્વરૂપ લેતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ
  • સાવલી નંદેસરીના ત્રણ ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા

વડોદરા : જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા નજીક પોઈચા રોડ પર આવેલી છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડેલી ભંડારી પાવરલાઈન કંપનીમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગામના સરપંચ સહિત ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ કરવામાં આવતા સાવલી અને નંદેસરીના ત્રણ ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી આવીને પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે, આગ કાબૂમાં આવી ન હતી.

ભંડારી પાવરલાઈન કંપનીમાં આગ

આગ લાગવાનું રહસ્ય અકબંધ રહેતા પોલીસે તંત્રમાં દોડધામ મચી ગઇ

સમગ્ર રાજ્યમાં કોરોનાએ ફરી એક વખત માથું ઉંચક્યું છે. જેમાં વડોદરા અને જિલ્લામાં કોરોના બેકાબૂ બનતા વહીવટી તંત્રએ કોરોનાને નાથવા કમરકસી છે. તેવામાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી પોઈચા રોડ પરની ભંડારી પાવરલાઈન નામની કંપનીમાં રહસ્યમય આગ લાગતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

ભંડારી પાવરલાઈન કંપનીમાં આગ

આ પણ વાંચો : વીજળી પડવાથી ખેતરમાં રાખેલી પૂડાની ગાંસડીઓમાં લાગી આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

ભંડારી પાવરલાઈન કંપનીમાં આગ

ફાયરબ્રિગેડને જાણ કરાતા ત્રણ ફાયર ફાયટરો સાથે ફાયર સ્ટેશનના લશ્કરો સ્થળ પર દોડી આવ્યા

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર-દૂર સૂધી આગની જ્વાળાઓ તેમજ ધુમાડાના ગોટે-ગોટા નીકળતા આસપાસના ગામના લોકોના જીવ પડીકે બંધાયા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ત્રણ ફાયર ફાયટરો સાથે નંદેસરી અને સાવલીના ફાયર સ્ટેશનના લશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા. આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.

આ પણ વાંચો : પોરબંદર ખાતે રહેલી પાકિસ્તાનની બોટમાં આગ લાગી

કલાકો સુધી ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવ્યો છતાં આગ કાબૂમાં ન આવી

આ કંપની છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં હોવાથી મોટી જાનહાની થતા ટળી હતી. જોકે, કંપનીમાં પડેલી કાટમાળ આગની લપેટમાં ખાક થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયું હતું. કલાકો સુધી ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો સતત મારો ચલાવ્યો હોવા છતાં આગ કાબૂમાં આવી ન હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. બનાવને પગલે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Apr 17, 2021, 2:37 PM IST

ABOUT THE AUTHOR

...view details