- ગૌશાળામાં દીપડાએ 2 વાછરડાનું મારણ કર્યું
- દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
- હજી ડભોઈ પંથકમાં પાંચથી વધુ નાના-મોટા દીપડા હોવાની આશંકા
વડોદરાઃ ચાંદોદના માંડવા ખાતે આવેલા પરમહિત આધ્યાત્મિક સંકુલની ગૌશાળામાં 2 દિવસ પૂર્વે દીપડાએ રાત્રિના સમયે 2 વાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા ચાંદોદની નેચર હેલ્થ ફાઉન્ડેશન ટીમની મદદથી પરમહિત આધ્યાત્મિક સંકુલમાં તાત્કાલિક પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. જેથી રાત્રીના સમયે લટાર મારવા નીકળેલો 4 વર્ષીય દીપડો બકરાના મારણ સાથે મુકેલા પાંજરામાં પૂરાઈ ગયો હતો. દીપડો પાંજરે પૂરાતા જ આસપાસના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.