- અલ્પેશ લીંબાચીયા નામે બન્યું ફેક ફેસબુક એકાઉન્ટ
- સોશિયલ મીડિયાથી ખોટા અકાઉન્ટ બનાવી શખ્સો લોકોને ઠગી રહ્યા છે
- મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી
વડોદરા:શહેરમાં શાસક પક્ષના નેતા તરીકે અલ્પેશ લીંબચીયાની વરણી કરવામાં આવી છે, ત્યારે અલ્પેશ વોર્ડ નંબર-19ના બીજેપીના ચૂંટાયેલા કાઉન્સિલર છે. અલ્પેશ લીંબચીયાને તેમના મિત્રોએ તેમના નામે પૈસા પડાવવાના આ બનાવની જાણ કરી હતી.
આ પણ વાંચો:ઓનલાઇન કાર વેચવા મુકનારા પોરબંદરના શખ્સ સાથે થઈ છેતરપિંડી
પાલિકાના શાસક પક્ષના નેતા અલ્પેશ લીંબાચીયાનું બન્યું ફેક ફેસબુક એકાઉન્ટ
અલ્પેશ લીંબાચીયાનું જેને ફેક અકાઉન્ટ બનાવ્યું હતું તે એકાઉન્ટ કે ફોલોવર્સ પાસે ઓનલાઇન અકાઉન્ટમાં પૈસા જમા કરાવવા માટેની માંગ કરવામાં આવી હતી. જેને લઇને અલ્પેશ લીંબચીયાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજી કરી કાર્યવાહીની માંગ કરી હતી. અલ્પેશ લીંબાચીયાએ મિત્રોને જણાવ્યું હતું કે, કોઈ પણ મેસેજ આવે તો રૂપિયાની મદદ કરવી નહીં.
આ પણ વાંચો:દેશ-વિદેશનાં ક્રેડિટ-ડેબીટ કાર્ડનાં ડેટા ચોરી કરી લાખોની ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ
સોશિયલ મીડિયાથી લોકોના ફેકઅકાઉન્ટ બનાવી ઠગી રહ્યા છે
ઇન્ટરનેટના જમાનામાં સોશિયલ મીડિયા પર ફેક અકાઉન્ટ બનાવીને તેમના નામે લોકો પાસે પૈસા પડાવવાનું ચલણ વધ્યું છે. સરકારી અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓને નિશાન બનાવવામાં છે. થોડાં દિવસ પહેલાં જ વડોદરાના પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંગનું ફેક ફેસબુક અકાઉન્ટ બનાવી તેમના મિત્રો પાસે રૂપિયાની માંગણી કરતાં પોલીસ કમિશ્નરે સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી. ત્યારબાદ હરિયાણાથી બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ધારાસભ્યો અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્ય સીમાબેન મોહિલે સહિત લોકોના સોશિયલ મીડિયા ઉપર ફેસબુક એકાઉન્ટ બનાવીને પૈસાની માંગણી કરવામાં આવી હતી.