- સરકાર અને તબીબોના પ્રયાસોથી હાલ ગુજરાત રાજ્ય કોરોનામાંથી બહાર આવી રહ્યું છે
- વડોદરા ગ્રામ્યમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટર્સનો રાફડો ફાટ્યો
- કોલકત્તા ખાતે આર્યુવેદિકનો કોર્ષ કરી દવાખાને આવતા દર્દીઓને એલોપેથીની દવા આપતો
વડોદરા: ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોના જીવ જોખમમાં મુકી તેમની સારવાર કરતા ડિગ્રી વિનાના બોગસ તબીબોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવુ લાગ્યું છે. છેલ્લા 2 દિવસમાં વડોદરા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી SOGએ 4 ડિગ્રી વિનાના બોગસ તબીબોની ધરપકડ કરી છે. જ્યારે, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોએ હવે દવાખાને જતા પહેલા ડોક્ટરની ડિગ્રી અંગે ચકાસણી કરવી જરૂરી બની છે.
આ પણ વાંચો:વડોદરા ઇટોલા રેલવે ફાટક પાસેથી બોગસ ડોક્ટર ઝડપાયો
વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા ડોક્ટરની ધરપકડ
શહેર નજીક આવેલા પાદરા તાલુકાના આમળા ગામમાં એક શખ્સ વગર ડિગ્રીએ ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી ગ્રામ્ય SOGને મળી હતી. આથી, બાતમીના આધારે પોલીસે આમળા ગામે આવેલા “PIYU CLINIC” પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જેથી પોલીસે તેની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સીલ તેમજ ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલના નોંધણી પ્રમાણપત્ર અંગે પુછતા, તેણે BIMS કોલકત્તાનું સર્ટીફીકેટ બતાવ્યું હતુ. જોકે, તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે કોઇ ડિગ્રી કે મેડકિલ કાઉન્સીલનું કોઇ સર્ટીફીકેટ મળી આવ્યું ન હતુ.
આ પણ વાંચો:ડભોઇથી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબો ઝડપાયા, પોલીસે બન્ને બોગસ ડોકટર વિરુદ્ધ કાયદેસરની કરી કાર્યવાહી
BIMSનું સર્ટીફીકેટ કોલકત્તાથી આર્યુવેદીકનો અભ્યાસ કરી મેળવ્યું
આ મામલો પોલીસે પાર્થો બિશ્વાસની કડકાઇથી પૂછતાછ કરતા તેણે BIMSનું સર્ટીફીકેટ કોલકત્તાથી આર્યુવેદીકનો અભ્યાસ કરી મેળવ્યું હોવાનુ જણાવ્યું હતુ. જોકે, પોલીસે પાર્થો બિશ્વાસની ચકાસણી કરતા પ્રથમ દ્રષ્ટીએ બનાવટી હોવાનું જણાતું હોવાથી તેની તપાસ હાથ ધરી છે.