વડોદરા: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ડિજિટલ સદસ્ય નોંધણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કરજણ તાલુકાના વલણ મુકામે ડિઝિટલ સભ્ય નોંધણી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત લોકોએ કરજણ વિધાનસભાની યોજાનારી પેટા-ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તેમજ વધુમાં વધુ ડિજિટલ સદસ્યો બનાવવા પર ખાસ ભાર મૂક્યો હતો.
વડોદરા: વલણ ગામમાં કોંગ્રેસ દ્વારા ડિજિટલ સદસ્ય અભિયાન કાર્યક્રમ યોજાયો
ગુજરાત વિધાનસભાની પેટા-ચૂંટણીનું રણશીંગુ ફુંકાયું છે, ત્યારે કોંગ્રેસ તેમજ ભાજપા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા કરજણ તાલુકાના વલણ ગામમાં ડિજિટલ સદસ્ય અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
ડિજિટલ સદસ્ય અભિયાન કાર્યક્રમ
આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા તેમજ કરજણ તાલુકાનાં કોંગી આગેવાનો, કાર્યકરો, વડોદરા જિલ્લા ઉપ-પ્રમુખ મુબારક પટેલ, જિલ્લા આરોગ્ય સમિતિનાં ચેરપર્સન નિલા ઉપાધ્યાય, પ્રભારી ડૉ.ઈરફાનભાઈ, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીન, કિરીટસિંહ જાડેજા, ચન્દ્રકાન્ત પટેલ, તાલુકા સભ્યો અને બુથ લેવલના તાલુકા ગામના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.