વડોદરા : શહેર સયાજી હોસ્પિટલના આઈસોલેસન વોર્ડમાં ડાયાલિસિસ મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે. સયાજી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં હાલમાં કોરોનાના શંકાસ્પદ અને પોઝિટિવ કેસ વાડા લોકોની સારવાર કરવામાં આવી રહી છે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીનની સુવિધા કરાઇ ઉપલબ્ધ - Sayaji Hospital Vadodara
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી તકેદારીના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સયાજી હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

સયાજી હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીનની સુવિધા કરાઇ ઉપલબ્ધ
સયાજી હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીનની સુવિધા કરાઇ ઉપલબ્ધ
ક્લેકટર શાલિની અગ્રવાલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, એક વધારાની તકેદારી રૂપે અને જરૂરિયાતના સંજોગોમાં ઉપયોગમાં લઇ શકાય તેવા હેતુસર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને ડાયાલિસિસ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
તે સાથે હાલમાં એક કોરોના પોઝિટિવ સગર્ભા સારવાર હેઠળ છે. તેને અનુલક્ષીને વધારાની સાવચેતી રૂપે વોર્ડની નજીકમાં જ લેબર રૂમ સહિત સલામત પ્રસુતિની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.