ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા: નવાપુરા બસ સ્ટોપ પાસેથી આધેડનો મૃતદેહ મળી આવ્યો - વડોદરા ન્યુઝ

વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા 56 વર્ષીય નૈયાલાલ સવારમાં ન્યૂઝપેપરનું વીતરણ કરવા નીકળ્યાં બાદ પાછા ફર્યા નહતા. તપાસ કરતાં તેમનો મૃતદેહ નવાપુરા બસ સ્ટોપ પાસેથી મળી આવ્યો હતો. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

etv bharat
વડોદરા: નવાપુરા બસ સ્ટોપ પાસેથી આધેડનો મૃતદેહ મળી આવ્યો

By

Published : Apr 19, 2020, 3:07 PM IST

વડોદરા: વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા 56 વર્ષીય નૈયાલાલ સવારમાં ન્યૂઝપેપરનું વીતરણ કરવા નીકળ્યાં બાદ પાછા ફર્યા નહતા. તપાસ કરતાં તેમનો મૃતદેહ નવાપુરા બસ સ્ટોપ પાસેથી મળી આવ્યો હતો. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, રાજમહેલ રોડ પરની તંબોળી પોળમાં રહેતા 56 વર્ષીય નૈયાલાલ દુકાનમાં નોકરી કરતા હતા. શનિવારે સવારે તેઓ રાબેતા મુજબ પેપરનું વિતરણ કરવા નીકળ્યા હતા. ત્યાર બાદ કિર્તીસ્થંભ પાસેના બસ સ્ટેન્ડના બાકડા પર બેસેલી હાલતમાં કનૈયાલાલનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ અંગેની જાણ 108 એબ્યુલન્સ અને પોલીસને કરવામાં આવી હતી. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details