વડોદરા: શહેરને સ્માર્ટ સિટી અને શાંઘાઈ બનાવવાના સત્તાધીશોના દાવાઓ વચ્ચે એક વિસ્તાર એવો છે કે જ્યાના લોકો હજુ પણ અર્વાચીન યુગમાં જીવી રહ્યા છે. ETV Bharatની ટીમ આ વિસ્તારમાં પહોંચી અને આ દ્રશ્યોમાં દેખાતો આ લાકડાનો પુલ (wooden bridge)કોઈ ઐતિહાસિક સ્થળ કે ગામનો નથી. આ 8 મહાનગરો પૈકીના વડોદરા મહાનગરના વિશ્વામિત્રી નદીના (Vishwamitri River)કિનારે આવેલ નાગરવાળાથી કૃષ્ણનગરને જોડતો લાકડાનો પુલ છે.
નાગરવાળાથી કૃષ્ણનગરને જોડતો લાકડાનો પુલ -અહીંના સ્થાનિકોએ પોતાના સ્વ ખર્ચે (dangerous wooden bridge)બનાવ્યો છે. વર્ષ 1972 એટલે કે 50 વર્ષથી અહીં 200 થી વધુ લોકો વસવાટ કરે છે. જ્યાં વીજળી પણ બે વર્ષ પહેલાં જ આવી છે. જોકે અહીં હજુ પણ સ્ટ્રીટ લાઇટની કોઈ જ સુવિધા પહોંચી નથી કે નથી પાણીની સુવિધા જેથી અહીંના લોકોએ આ જોખમી પુલ પરથી પસાર (basic amenities the people)થઈને પાણી ભરવા જવું પડે છે.
ડર વગર જાણે આ પુલથી ટેવાઈ ગયા -આ પુલ જ છે કે જે તેઓને શહેર સાથે જોડે છે. અહીંથી નાના બાળકો પણ પસાર થઈ રહ્યા છે કોઈ ડર વગર જાણે આ પુલથી ટેવાઈ ગયા છે. કારણકે ભવિષ્યમાં પણ તેઓએ આ જ પુલને પોતાનો રસ્તો બનાવવો છે. અહીંના લોકોએ 50 વર્ષમાં 10 ચૂંટણીઓ જોઈ દર વખતે ઉમેદવારો આવે છે અને તેમના સંઘર્ષને પુરા કરવાના વાયદા તો કરે છે પરંતુ મત મળે એટલે નેતાઓ ગાયબ થઈ જાય છે. કારણ કે નેતાઓ માટે તેઓ ફક્ત મતદાર છે માનવી નહીં.
સ્થાનિકો શું કહી રહ્યા -સ્થાનિક સંજયભાઈ એ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીનો પટ હોવાથી અહીં મગરો વિસ્તારમાં આવે છે. તેમના પશુઓનો શિકાર કરી જાય છે અને ઝેરી સાપે તો કેટલાયના અંગો પર તેમની બદનસીબીના નિશાન છોડ્યા છે. અહીંથી પસાર થવું અમારી મજબૂરી છે. અનેક રજૂઆત છતાં કોઈ જોવા નથી આવતું અને જાતે આ બ્રિજ પૈસા એકઠા કરી બનાવવો પડે છે.
કોર્પોરેશન અહીં જોવા પણ નથી આવતું -સ્થાનિક સાહેવાસી મીનાબહેને જણાવ્યું હતું કે અહીંથી પસાર થવું જીવનું જોખમ છે. નાના નાના બાળકોને અહીંથી રોજે લઈ જવા પાણીમાં પડી જવાનો સતત ભય સતાવી રહ્યો છે. અહીં નદી હોવાથી મગરોની બીક વધુ લાગે છે. કોર્પોરેશનમાંથી કોઈ અહીં જોવા પણ નથી આવતું અને લાઈટ પણ હમણાં મળી છે.