શિનોર તાલુકાના અવાખલ ગામના 400 લોકોને તાલુકા પ્રશાસ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ભારે વરસાદની ચેતવણીના અનુસંધાને તમામ તાલુકા તંત્રોને સાવધ રાહવા અપીલ કરી છે. જેનુ પરિણામ આ અગમચેતી રૂપ કાર્યવાહીમાં જોવા મળે છે.
વડોદરામાં ભારે વરસાદની આગાહીને લઈને કલેક્ટરે જાહેર કર્યું એલર્ટ, 400 લોકોના કર્યા સ્થળાતર
વડોદરાઃ રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને વડોદરા જિલ્લા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરમાં હજુ ભારે વરસાદ પડી શકે છે. જિલ્લાના શિનોર તાલુકાના અવાખલ ગામે તકેદારીને ધ્યાનમાં રાખીને 400 લોકોને સલામત જગ્યાએ સ્થળાતર કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર
અવાખલ ગામ પાસેથી ભૂખી કાંસ પસાર થાય છે. આ કાંસમાં સતત પાણી વધી રહ્યું છે. તેને અનુલક્ષીને મોડી રાત્રે આ પ્રકારની કામગીરી રાતના અંધારામાં હાથ ન ધરવી પડે અને અસર થવાની શક્યતાવાળા પરિવારોની સલામતી જળવાય એ બાબતને અગ્રતા આપીને જિલ્લા કલેકટરના પરામર્શ હેઠળ અગ્રીમ સ્થળાંતરની આ કાર્યવાહી કરવામાં આવી છે. આ લોકોને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે.