ગુજરાત

gujarat

ETV Bharat / state

બરોડા ડેરીની ચૂંટણીમાં બિનહરીફ જીતેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો - બરોડા ડેરીની ચૂંટણી

બરોડા ડેરીના પ્રમુખ દીનું મામાની હાજરીમાં બરોડા ડેરીની ચૂંટણીમાં જિલ્લાના બિનહરીફ જીતેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપમાંથી ગત્ત વિધાન સભામાં સસપેન્ડ કરેલા ચૈતન્ય સિંહ ઝાલા, પિનાકીન પટેલ સહિત 400 કાર્યકર્તાઓને પુનઃ ભાજપમાં પ્રવેશ અપાયો હતો.

Etv Bharat, Gujarati News, Baroda News
બરોડા ડેરીની ચૂંટણીમાં બિનહરીફ જીતેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો

By

Published : Dec 22, 2020, 10:44 AM IST

Updated : Dec 22, 2020, 11:00 AM IST

  • બરોડા ડેરીની ચૂંટણીમાં જિલ્લાના બિનહરીફ જીતેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો
  • 2017 માં ભાજપ છોડી ગયેલા ચૈતન્યસિંહ ઝાલાની 400 કાર્યકરો સાથે ઘર વાપસી
  • મલાઈદાર ડેરીની 28 મીએ ચૂંટણી અને 29 મી ડિસેમ્બરે મતદાન

વડોદરાઃ બરોડા ડેરીના પ્રમુખ દીનું મામાની હાજરીમાં બરોડા ડેરીની ચૂંટણીમાં જિલ્લાના બિનહરીફ જીતેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપમાંથી ગત્ત વિધાન સભામાં સપેન્ડ કરેલા ચૈતન્ય સિંહ ઝાલા, પિનાકીન પટેલ સહિત 400 કાર્યકર્તાઓને પુનઃ ભાજપમાં પ્રવેશ અપાયો હતો.

બરોડા ડેરીની ચૂંટણીમાં બિનહરીફ જીતેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો
ભાજપના નવનિયુક્ત હોદેદારોનો સન્માનનો કાર્યક્રમ યોજાયો
સહકારી ક્ષેત્રની સૌથી મલાઈદાર સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી 28 મી તારીખે યોજાશે અને 29 મી તારીખે મતગણતરી થશે, ત્યારે બરોડા ડેરીની ચૂંટણીનો પ્રચાર પુર જોશમાં હાલમાં ચાલી રહ્યો છે. જોકે બરોડા ડેરીના 6 ડિરેકટર બિન હરીફ વિજેતા જાહેર થયા છે, પરંતું પાદરામાં કોંગ્રેસના નરેન્દ્ર મુખી અને ભાજપના દીનુમામા વચ્ચે સીધો જંગ છે, ત્યારે મામાનું શક્તિ પ્રદર્શન દીનુમાના પાર્ટી પ્લોટમાં ભાજપના જિલ્લા પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ, જિલ્લા પ્રધાનો અને હોદ્દાદારો, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની ઉપસ્થિતિમાં તમામ બરોડા ડેરીના બિનહરીફ વિજેતાઓ જીબી સોલંકી, સતીશ નિશાળિયા, સંગ્રામ સિંહ રાઠવા, સૈલેશભાઈ પટેલ સહિત 6 ડિરેક્ટરનો સન્માન તથા ભાજપના નવનિયુક્ત હોદેદારોનો સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાદરા તાલુકાના ગામડાઓની ડેરીના 80થી વધુ મતદારો હજાર રહ્યા હતા.
બરોડા ડેરીની ચૂંટણીમાં બિનહરીફ જીતેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો

ગત્ત વિધાનસભાની ટીકિટ નહીં મળતાં તત્કાલિન ભાજપના જિલ્લા ઉપપ્રમુખ ચૈતન્ય સિંહ ઝાલાએ રાજીનામું આપ્યું હતું

ગત્ત વિધાનસભામાં દીનુમામાની હારમાં મુખ્ય ભાગ ભજવનારા તત્કાલિન ભાજપના જિલ્લા ઉપપ્રમુખ ચૈતન્ય સિંહ ઝાલા અને પિનાકીન પટેલે રાજીનામું આપ્યું હતું. પોતાને વિધાન સભાની ટીકિટ ન મળતા દીનુમામા હારી જતા પાર્ટીએ તમામને સસ્પેન્ડ કર્યા હતા. જે આગામી ડેરીની ચૂંટણી, નગર પાલિકાની ચૂંટણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફરી જીતેલી બાજી હારમાં ન પરિણમે તે રણનીતિના ભાગ રુપે ઝાલા એન્ડ કંપનીએ પુનઃ પ્રવેશ અપાયો હતો, ત્યારે તેમના ટેકેદારો 400થી વધુ રાજપૂત યુવાનો આગેવાનો જોડાઇ જય ભવાનીના નારા લગાવ્યા હતા. આમ ડેરીના બેનર ઉપર દીનુમામાનું શક્તિ પ્રદર્શન અને ડેરીની ચૂંટણીમાં વિજયનો શંખનાદ ફૂંકાયો હતો. ઉલ્લેખનીય છે કે, 6 ડિરેક્ટરો બિનહરીફ છે. પરંતુ દિનુમામા જે પ્રમુખ છે એમનો મુકાબલો છે નરેન્દ્ર મુખી સામે. જોકે દિનુમામાના વિરોધી ઉમેદવાર નરેન્દ્ર મુખીથી જરાયે વિચલિત નહીં હોવાનું જાણવા મળ્યું હતું.

Last Updated : Dec 22, 2020, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details