વડોદરા:વડોદરા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વડોદરાના સયુંક્ત ઉપક્રમે પંડિત દિનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાનના આશયથી(camp was held for the upliftment of women ) ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લની પ્રેરક ઉપસ્થિતિમાં શહેરના પંડિત દિનદયાળ નગરગૃહ ખાતે ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો હતો.
વડોદરા જિલ્લાની સ્વસહાય જૂથની મહિલાઓના ઉત્કર્ષ માટે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો - વડોદરા જિલ્લાની સ્વસહાય જૂથ
કેમ્પમાં વડોદરા શહેર જિલ્લાના 103 જેટલા સ્વસહાય જૂથો માટે (A cash credit camp )રૂ. 178 લાખની રાશિ બેંકો દ્વારા મંજુર કરવામાં આવી છે આ 103 સ્વસહાય જૂથોને રૂ.178 લાખની રકમનું આજે વિતરણ કરવામાં આવ્યુ હતુ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુકલે સખીમંડળની બહેનો સાથે રસપ્રદ વાર્તાલાપ કરી(camp was held for the upliftment of women ) પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું.
પ્રોત્સાહન પૂરૂં પાડ્યું:રસપ્રદ વાર્તાલાપકેમ્પમાં વડોદરા શહેર જિલ્લાના 103 જેટલા સ્વસહાય જૂથો માટે રૂ. 178 લાખની રાશિ બેંકો દ્વારા મંજુર કરવામાં આવી છે આ 103 સ્વસહાય જૂથોને રૂ.178 લાખની રકમનું આજે વિતરણ કરવામાં આવ્યુ હતુ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુકલે સખીમંડળની બહેનો સાથે રસપ્રદ વાર્તાલાપ કરી પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું.
સરકાર સતત કાર્યરત:મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુકલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ આર્થિક રીતે પગભર બને તેવા આશયથી સખીમંડળ શરૂઆત કરી હતી. મહિલાઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ સાધીને સશક્ત બને તે માટે સરકાર સતત કાર્યરત છે. સ્વસહાય જૂથોના માધ્યમથી બહેનો આત્મનિર્ભર બની સન્માનભેર જીવન જીવી રહી છે, ત્યારે તેઓ રાજ્યના વિકાસમાં વિશિષ્ટ યોગદાન આપે તે માટે સરકાર કરોડોની લોન સહાય આપી રહી છે મહિલાઓના આર્થિક સશક્તિકરણના ધ્યેયને સાકાર કરતા આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેકટરશ્રી અતુલ ગોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટરશ્રી મીતાબેન જોશી, વાઘોડિયાના ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વિવિધ સમિતિના ચેરમેન તથા મોટી સંખ્યામાં સ્વસહાય જૂથોની બહેનો ઉપસ્થિત રહી હતી.