ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના વેપારી અને તેની પત્નીનું અપહરણ કરનાર ત્રણ સામે ગુનો નોંધાયો - loan from friends

વડોદરામાં કોરોનાના મહામારીમાં કન્સ્ટ્રક્શનનો વેપાર પડી ભાંગતા નવા વ્યવસાય માટે મિત્રો પાસેથી લોન મેળવી હતી. મિત્રોને રકમ પાછી આપવા વેપારીએ પોતાની સ્કોર્પિઓ કાર ભરવાડ પાસે ગીરવે મૂકી હતી, પરંતુ વ્યાજની ચૂકવણી ન કરતા વ્યાજખોરોએ વેપારીના હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી.

ત્રણ ગુનેગારો
ત્રણ ગુનેગારો

By

Published : Apr 17, 2021, 12:14 PM IST

Updated : Apr 17, 2021, 1:40 PM IST

  • કોરોના મહામારીમાં કન્સ્ટ્રક્શનનો વેપાર પડી ભાંગ્યો
  • નવા વ્યવસાય માટે નિલેશકુમારે લોન મિત્રો પાસેથી લીધી
  • વ્યાજ ના ચૂકવી શકતા ભરવાડોએ દંપતીનું અપહરણ કર્યું

વડોદરા :જિલ્લામાં કોરોના મહામારીમાં કન્સ્ટ્રક્શનનો વેપાર પડી ભાંગતા નવા વ્યવસાય માટે મિત્રો પાસેથી લોન દ્વારા મેળવેલી રકમ પરત કરવા વેપારીએ પોતાની સ્કોર્પિઓ કાર ભરવાડ પાસે ગીરવે મુક્યા પછી વ્યાજની ચૂકવણી ન કરતા વ્યાજખોરોએ વેપારીના હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી. વેપારી તથા તેની પત્નીનું અપહરણ કરી પાંચ કલાક હોટલમાં ગોંધી રાખવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

નિલેશકુમાર પટેલ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા છે


જિલ્લામાં આ ઘટનાની ફરિયાદ છાણી પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગના ભરવાડ, વિરાજ પુરોહિત તથા અજય ભરવાડ વિરુદ્ધ અપહરણ ખંડણી વ્યાજ માંગવુ તથા ધાક-ધમકી સહિતનો ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદ પ્રમાણે મહેસાણાના રહેવાસી અને હાલમાં વડોદરા શહેરના છાણી ગામમાં રહેતા નિલેશકુમાર પટેલ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા છે.

આ પણ વાંચો : પોરબંદરમાં ઉછીના રૂપિયા બાબતે યુવાન પર કર્યો ઘાતકી હુમલો, ચારની અટકાયત

નિલેશકુમારે પોતાના દાગીના વેચી તેમજ મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધા

કોરોના મહામારીના પગલે કન્સ્ટ્રક્શનના વેપાર ઉપર માઠી અસર પહોંચી હતી. જેથી છ મહિના અગાઉ તેમણે પશુનો તબેલો બનાવવા માટે લોન સંદર્ભે એજન્ટ સુરેશ સુથારનો સંપર્ક સાધ્યો હતો. એજન્ટે સાડા ત્રણ કરોડની લોન પાસ કરાવવા ટુકડે-ટુકડે ત્રણ લાખ રૂપિયા લીધા હતા. જે રૂપિયા નિલેશકુમારે પોતાના દાગીના વેચી તેમજ મિત્રો પાસેથી ઉછીના લીધા હતા.

10 ટકા લેખે રૂપિયા 80 હજાર વ્યાજે લીધા હતા

મિત્રો પાસેથી લીધેલા ઉછીના રૂપિયા પરત ચૂકવવાનો સમય આવતા નિલેશકુમારે ઓળખીતા અજય ભરવાડને રજૂઆત કરતા તેણે ગના ભરવાડ સાથે મુલાકાત કરાવી હતી. અને સ્કોર્પિયો ગાડી ગીરવે મૂકી કોઈપણ જાતના લખાણ વગર 10 ટકા લેખે રૂપિયા 80 હજાર વ્યાજે લીધા હતા. રૂપિયાની સગવડ થાય ત્યારે રૂપિયા ચૂકવીને ગાડી લઈ જવા નક્કી થયું હતું. ત્યારબાદ સતત ચાર મહિના સૂધી તેનું વ્યાજ ચુકવ્યું હતું. પરંતુ છેલ્લા બે મહિનાથી વેપાર પડી ભાંગતા વ્યાજની રકમ ચૂકવી શક્યા ન હતા. જેથી ગના ભરવાડ અને તેનો સાગરીત અજય ભરવાડ અવાર-નવાર ફોન કરી હાથ-પગ તોડી નાખવાની ધમકી આપતા હતા.

આ પણ વાંચો : બિલ્ડરને આપેલા ઉછીના 4 કરોડ રૂપિયા વસૂલવા માટે બીટકોઈન ફેમ શૈલેષ ભટ્ટે કુખ્યાત ગેંગને સોપારી આપી

નિલેશકુમાર તથા તેની પત્નીને જબરજસ્તીથી દ્વારકેશ હોટલ ઉપર લઇ જઇ પાંચ કલાક સૂધી બેસાડી રાખ્યા


તા. 8મી એપ્રિલના રોજ ગના ભરવાડ અને તેની સાથે અન્ય એક સાગરીત વિરાજ પૂરોહિત કાર લઈને નિલેશકુમારના ઘરે ધસી ગયા હતા. પરિવારની હાજરીમાં તારે રૂપિયા આપવા છે કે નહિ તેમ કહી અપશબ્દો બોલી નિલેશકુમાર તથા તેની પત્નીને જબરજસ્તીથી કારમાં બેસાડી કપુરાઈ હાઈવે ચોકડી પાસે આવેલી દ્વારકેશ હોટલ ઉપર લઇ જઇ પાંચ કલાક સૂધી બેસાડી રાખ્યા હતા.

રૂપિયા નહિ આપે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી

ત્યાં અજય ભરવાડ પણ આવી પહોંચ્યો હતો અને ત્રણેય વ્યક્તિએ નિલેશકુમાર પાસે રૂપિયાની જબરજસ્તી ઉઘરાણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જો રૂપિયા નહિ આપે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે સમયે પત્નીની તબિયત લથડતા અપહરણકારોએ પતિ અને પત્નીને મૂક્ત કર્યા હતા અને દંપતી રિક્ષામાં હેમખેમ પરત ફર્યું હતું. નિલેશ પટેલે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Apr 17, 2021, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details