વડોદરા : વડોદરાના ન્યુ VIP રોડ પર રહેતી 33 વર્ષીય રુચિતા શાહે જુનિયર નગર નિયોજક તરીકે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ગાંધીનગર ખાતેથી વડોદરાના એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલી વિકાસ સત્તામંડળ વુડા ભવન ખાતે ફરજ બજાવે છે. તેઓ વિકાસ પરવાનગી, નગર યોજના, ચાર્જ વસુલવા બાબતે ચલણ આપવા સહિતની કામગીરી કરે છે. તેમાં થોડા સમય પહેલા મહિલા કર્મી સાથે ગેરવર્તણૂક (Misconduct with a woman in the Vuda office) કરનાર આર્કિટેક અને એન્જીનિયર્સ એસોસિએશનના પ્રમુખ કિરીટ પટેલ વિરુદ્ધ કારેલીબાગ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
આર્કિટેકે જાહેરમાં મહિલા કર્મીને અપશબ્દો બોલી તતડાવી
વુડાના મહિલા અધિકારી સાથે ગેરવર્તણૂક કરનાર પ્રમુખ વિરુદ્ધ ગુનો નોંધાયો રુચિતા શાહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક મહિના અગાઉ આર્કિટેક કિરીટ અંબાલાલ પટેલની ઓફીસ જેપી રોડ ખાતે આવેલા સિલ્વર પ્લાઝા ખાતે કાર્યરત છે. તે વિકાસ પરવાનગી મેળવી, બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના નકશા (Building Construction in Vadodara) બનાવવાનું કામ કરે છે. તેમણે ભાયલી સર્વે નંબર 229, 230,238 વાળી જમીનમાં ડેવલપમેન્ટ ચાર્જ વસુલવા માટેની અરજી કરી છે. વર્ષ 2017 દરમિયાન મેળવેલી પરવાનગીનો નંબર નકશામાં રજૂ કર્યો હતો. જેથી અગાઉ મળેલી બાંધકામ પરવાનગી અંતર્ગત નિયમો અનુસાર ફી વસૂલવાની થાય તે અંગે કોઈ બાંધકામ ક્ષેત્રફળ કે જે પરથી ગણતરી થાય તેવી વિગતો રજૂ કરી ન હતી.
"ઓફિસમાં કેવી રીતે કામ કરે છે, હું તને જોઈ લઈશ."
આ ઉપરાંત તે અરજીમાં વિકાસ ચાર્જની રકમ દર્શાવી આધાર પુરાવા માંગતા રજૂ કર્યાં હતાં. તેઓની પાસે આધાર પુરાવાની માંગણી કરતા ઓફિસમાં શોર મચાવ્યો હતો. નગર નિયોજક મહેશ સોલંકી તથા આઈ.એ.એસ. અધિકારી અશોક પટેલ સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. ત્યારબાદ 07 મી ફેબ્રુઆરીએ ફરી કિરીટ વુડાની ઓફિસ (Misconduct at the Development Authority Vuda Bhavan) આવી પહોંચ્યા હતા. તે સમયે ફાઇલની માંગણી કરતા જણાવ્યું હતું કે, ચકાસણી બાકી છે અડધો કલાક લાગશે. તેથી કિરીટ પટેલ અચાનક ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી, સરકારી કામકાજમાં રુકાવટ ઉભી કરી, ધમકી આપી હતી કે, "ઓફિસમાં કેવી રીતે કામ કરે છે, હું તને જોઈ લઈશ."
આ પણ વાંચો : વડોદરા: ગેંડા સર્કલના બ્રિજ માટે નાણાં ફાળવવાનો સરકારનો ઇનકાર, વિપક્ષે આપી આંદોલનની ચીમકી
ઉપરી અધિકારીએ મહિલાને હિંમત આપતા ફરિયાદ નોંધાવી
રુચિતા શાહે બનાવ અંગેની જાણ ઉપરી અધિકારીને કરી હતી. તે ફરિયાદ અંગેની મંજૂરી આપી હતી. જેથી રુચિતા શાહે કિરીટ પટેલ વિરુદ્ધ કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સરકારી કામમાં રુકાવટ અને ધાક ધમકી સહિતની કલમો હેઠળ કિરીટ પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કારેલીબાગ પોલીસ (Karelibaug Police Station) દ્વારા આર્કિટેક અને એન્જીનિયર્સ એસોસિએશનના (President of Vadodara Engineers Association) પ્રમુખ કિરીટ પટેલની તપાસ હાથ ધરશે.
આ પણ વાંચોઃ ક્રેડાઇના સભ્યોની કોર્પોરેશન અને વુડાના અધિકારીઓ વચ્ચે બેઠક બાદ વિવાદનો અંત