વડોદરાઃ ડભોઇ થી કેવડીયા સુધીનો ફોર લેન રોડ 2 વર્ષ પૂર્વે જ બનવામાં આવ્યો હતો. આ રોડ ઉપર કેટલીક ખામીઓને પગલે રોડ ઉપર અવાર નવાર ડ્રેનેજ ઉભરાતી નજરે પડી હતી. હાલ માં જ વરસાદી સિઝન દરમિયાન ડભોઇ નાંદોદી ભાગોળ નજીક રોડની બાજુની સાઈડમાં એક મસ મોટું ગાબડું પડ્યું છે. આથી રાત્રીના સમયે મુસાફરી કરતાં વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.
ડભોઈ નાંદોદી મુખ્ય માર્ગ પર પડ્યું મોટું ગાબડું, અકસ્માતની ભીતિ વધી - સ્ટેચ્યુ ઓફ યુનિટી
2 વર્ષ પહેલાં જ બનાવવામાં આવેલો ડભોઈથી કેવડિયા સુધીના ફોરલેન રોડ પર નાંદોદી ભાગોળ નજીક ગાબડું પડ્યું છે. આ રોડનું રાજ્યના મુખ્ય પ્રધાન નિતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ રસ્તા પર પહેલા ગાબડાના કારણે રાત્રીના સમયે મુસાફરી કરનારા વાહન ચાલકોને અકસ્માત થવાનું જોખમ ઉભું થયું છે. આથી તંત્ર દ્વારા સત્વરે સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિક રાહદારીઓ માગ કરી રહ્યા છે.
ડભોઇ થી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે બે વર્ષ પૂર્વે ફોર લેન રોડનું લોકાર્પણ નાયબ મુખ્ય પ્રધાન નિતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ સમય બાદ જ રોડની નીચેથી પસાર થતી ડ્રેનેજ લાઈનો લીકેજ થઈ હતી. જેને કારણે રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા હતા. જ્યારે હાલમાં વરસાદી સિઝન પૂરી થઈ ત્યારે આ રોડ ઉપર નાંદોદી ભાગોળ દશામાતાના મંદિર નજીક રોડની સાઈડ ઉપર મસ મોટું ગાબડું પડ્યું છે. હાલ આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં છે. ત્યારે આ રોડ ઉપરથી પસાર થતાં સંખ્યા બંધ વાહનોમાં મોટા અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. તંત્ર દ્વારા આ ગાબડું સત્વરે પુરવામાં આવે તેવી રાહદારીઓ અને વાહનચાલકો માગ કરી રહ્યા છે.