વડોદરા: મુખાનપુરામાં રહેતો વિનાયક રતિલાલ પુરોહિત હાથીદાંત વેચવા માટે લોકોનો સંપર્ક કરે છે તેવી બાતમી પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને મળી હતી. જેના આધારે સંસ્થાના રાજ ભાવસારે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરોને માહિતી આપતાં PI બી.એસ.ખાતી વડોદરા આવ્યાં હતાં અને વનવિભાગને સાથે રાખી વિનાયકને ઝડપી લેવા માટે છટકું ગોઠવ્યું હતું.
વડોદરામાં કરોડો રૂપિયાની કિંમતે હાથી દાંત વેચવા આવનાર યુવક ઝડપાયો - હાથી દાંત
વડોદરામાં બે હાથીદાંત વેચવા માટે આવેલા યુવાનને ઝડપી લેવામાં આવ્યો હતો. માહિતી મળતાં છટકું ગોઠવી વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યૂરો અને વનવિભાગની ટીમે જસાપુરા ગામના મકાનમાં દરોડો પાડી કરોડોની કિંમતના બે હાથીદાંત સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.

ડમી ગ્રાહકે વિનાયકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. વિનાયકે તેની પાસેના બે હાથી દાંત આશરે પાંચ ફૂટ લંબાઇના હોવાની વાત કરી હતી. જે રૂપિયા અઢી કરોડમાં વેચવાના હોવાનું જણાવ્યું હતું. રકઝકના અંતે દોઢ કરોડમાં સોદો થયો હતો. ડમી ગ્રાહકે બે હાથી દાંત જોવા અને તેના ખરીદીના સોદા માટે ક્યાં અને કયારે આવું તેવું પૂછતાં વિનાયકે કોયલી ગામ નજીક જસાપુરા ગામના વિનુ દરબારના ઘેર આવવા માટે જણાવ્યું હતું. આ બાતમી સાથે WCCB ના PI બી એસ ખાતી વનવિભાગના એસીએફ વી.આર.ડામોર અને GSPCA ના કાર્યકરોએ દરોડો પાડીને વિનાયકને બે હાથીદાંત સાથે ઝડપી પાડયો હતો. વધુમાં આ બનાવ અંગે વનવિભાગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.