- વડોદરાના ઈંટોલા ગામના મકાનમાં આવ્યો અજગર
- વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટે અજગરનું કર્યું રેસ્ક્યૂ
- રેસ્ક્યૂ કરાયેલો અજગર વનવિભાગને સોંપાયો
વડોદરાઃ ઈંટોલાના એક મકાનમાંથી અજગરનું રેસ્ક્યૂ કરી વનવિભાગને સોંપાયો - Wild Life Rescue Trust
વડોદરા નજીક આવેલા ઈંટોલા ગામના એક મકાનમાં આવી ગયેલા 3 ફૂટના અજગરને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ અજગરને વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.
![વડોદરાઃ ઈંટોલાના એક મકાનમાંથી અજગરનું રેસ્ક્યૂ કરી વનવિભાગને સોંપાયો વડોદરાના ઈંટોલામાં એક મકાનમાંથી અજગરને રેસ્ક્યૂ કરાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9231502-thumbnail-3x2-ajgar-gj10042.jpg)
વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લામાં તાજેતરમાં જ વરસાદી માહોલમાં જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી ગયા હોવાની ઘટનાઓ બની હતી, જે આજે પણ યથાવત્ રહી છે. વડોદરાના ઈંટોલા ગામમાં રેલવે સ્ટેશન નજીક રહેતા અમરસિંગ વસાવના મકાનમાં રસોડામાં ગત રાત્રિએ અજગર દેખાતા પરિવારજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગે તેઓએ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારનો સંપર્ક કરી અજગર મકાનમાં આવી ગયો હોવાની માહિતી આપી હતી. આથી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલિયેન્ટર અમિત તડવી ઈંટોલા ગામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં 3 ફૂટનો અજગર રસોડામાં નજરે પડ્યો હોવાથી તેને રેસ્ક્યૂ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.